ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:59 PM, 10 November 2025
ADVERTISEMENT
2 નવેમ્બરના રોજ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો ભારતની જીત બાદ, ICC એ આશરે રૂપિયા 40 કરોડ (આશરે ₹40 કરોડ) ની ઈનામી રકમની જાહેરાત કરી અને BCCI એ રૂપિયા 51 કરોડની જાહેરાત કરી. વધુમાં વિવિધ રાજ્યોના નેતાઓ અને રાજકીય પક્ષોએ પણ પોતપોતાના રાજ્યના ખેલાડીઓ માટે ઈનામી રકમની જાહેરાત કરી. આ બધા વચ્ચે ગાવસ્કરે મહિલા ટીમના ખેલાડીઓને એક મહત્વની સલાહ આપી.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુનીલ ગાવસ્કરે કહ્યું કે જો તેમને વચન પ્રમાણેના ઈનામ ન મળે તો નિરાશ ન થશો.તેમણે કહ્યું કે બેશરમ લોકો ફક્ત પોતાને પ્રમોટ કરવા માટે તેમની જીતનો લાભ લઈ રહ્યા છે.તેમણે લખ્યું કે, "છોકરીઓ માટે ફક્ત એક ચેતવણી. જો તમને વચન આપેલા પુરસ્કારોમાંથી કંઈ ન મળે, તો નિરાશ ન થાઓ."
તેમણે આગળ લખ્યું કે ભારતમાં જાહેરાતકર્તાઓ, બ્રાન્ડ્સ અને લોકો તરત જ જીતનારા લોકો સાથે જોડાઈને પોતાનો ફાયદો લેવા મેદાનમાં ઉતરી પડે છે. ટીમને અભિનંદન આપવા માટે જે આખા પાનાની જાહેરાતો અને બિલબોર્ડ્સ લગાવવામાં આવે છે, તે ખરેખર ટીમ માટે નથી તે તો ફક્ત પોતાના બ્રાન્ડનું પ્રમોશન કરવા માટે હોય છે, ભારતીય ક્રિકેટને કંઈ પાછું આપવાના ઈરાદે નહીં.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ USમાં શટડાઉન સમાપ્ત થવાની આશા વચ્ચે ઓઇલના ભાવમાં વધારો, જાણો નિષ્ણાંતોનો મત
ADVERTISEMENT
સુનિલ ગાવસ્કરે 1983ના વર્લ્ડ કપની યાદો શેર કરતાં કહ્યું કે જ્યારે ભારતે પ્રથમ વખત કપ જીત્યો હતો, ત્યારે ટીમને ઘણાં વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ એમાંના મોટા ભાગના ક્યારેય પૂરા થયા નહોતા. તેમણે કહ્યું કે મીડિયા તો ફક્ત પોતાનું કામ કરે છે, પણ કેટલાક લોકો ટીમની જીતનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. ગાવસ્કરે ભારતીય મહિલા ટીમને સલાહ આપી કે આવી વાતોથી દુખી ન થવું જો કોઈ તમારી જીતનો ઉપયોગ પોતાનું પ્રમોશન કરવા માટે કરે, તો પણ તમે તમારા પર ગર્વ રાખો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ