બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / sundar pichai recently retweeted a video in which smoke can be seen coming out of the mouth of a alligator

OMG / ગૂગલનાં CEO સુંદર પિચાઇએ શેર કર્યો એવો વિડીયો કે જોનારા હેબતાઈ ગયા, જુઓ VIDEO

Published By: Bhushita

Last Updated: 09:51 AM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુંદર પિચાઈએ હાલમાં પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયોને રીટ્વિટ કર્યો છે જેમાં મગરના મોઢામાંથી નીકળતો ધુમાડો જોઈ શકાય છે. ક્રિસ એન્ડરસન દ્વારા અપલોડ કરાયેલા આ વીડિયોને પિચાઈએ કંઈ પણ લખ્યા વિના શેર કર્યો છે.

  • સુંદર પિચાઈએ વીડિયો કર્યો રીટ્વિટ
  • એક મગરના મોઢામાં જોવા મળ્યું ડ્રોન
  • મગરના મોઢામાંથી નીકળે છે ધુમાડો 

ગૂગલ (Google) અને  Alphabetના CEO સુંદર પિચાઈએ એકવાર ફરીથી સૌને અચરજમાં મૂક્યા છે. પિચાઈ સામાન્ય રીતે પોતાના ટ્વિટર એકાઉન્ટથી કામની વાત જ શેર કરતા જોવા મળે છે. આમ તો પિચાઈ ગૂગલના નવા પ્રોડક્ટ્સની ટ્વિટ કરી છે પણ બુધવારે તેઓએ એક એવો વીડિયો શેર કર્યો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.  
 

કયો વીડિયો કર્યો છે શેર
પિચાઈએ સોશ્યલ મીડિયા પર પોતાના અનેક ફોલોઅર્સને ચોંકાવી દીધા છે. તેઓએ એક મગરનો વીડિયો રીટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મગરના મોઢામાંથી ધુમાડો નીકળી રહ્યો છે. વીડિયોના આધારે ફ્લોરિડામાં એક મગરે ડ્રોન પકડી લીધું અને પછી તેના મોઢામાંથી ધુમાડો નીકળવા લાગ્યો છે. આ વીડિયો ક્લિપને ટ્વિટર પર ક્રિસ એન્ડરસન નામના એક વ્યક્તિએ અપલોડ કરી છે. 

 
પિચાઈએ કર્યું રીટ્વિટ
ક્રિસ એન્ડરસને વીડિયોની સાથે કેપ્શન લખ્યું મગર હવામાં ઉડતા ડ્રોનને ઝડપી લે છે અને તેના મોઢામાંથી આગ નીકળવા લાગે છે. 41 સેકંડના આ વીડિયો પોસ્ટને સુંદર પિચાઈએ કંઈ લખ્યા વિના રીટ્વિટ કરી છે. વીડિયોમાં મગરે પોતાના જડબા ખોલી રાખ્યા છે. સાથે ચારે તરફથી એક નાનું ડ્રોન ફરતું ડ્રોન જોવા મળે છે. પણ પળ વારમાં તે આ ડ્રોનને પકડી લે છે. દાવો કરાયો છે કે ડ્રોન ડિવાઈસના બળી જવાના કારણે મગરના મોઢાથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ડ્રોનથી મગરનો ક્લોઝ અપ શોટ લેવાની કોશિશ કરવામાં આવી રહી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Sundar Pichai Video mouth of a alligator retweet smoke ડ્રોન ધુમાડો મગર રીટ્વિટ વીડિયો સુંદર પિચાઈ sundar pichai recently retweeted a video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ