બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુપાલકોને થશે 60 કરોડનો ફાયદો, જાણીતી ડેરીએ વધાર્યા પ્રતિ કિલોફેટ દૂધના ભાવ
Last Updated: 08:27 PM, 5 June 2024
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર છે. સુમુલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવ વધાર્યા છે.. આમ પશુપાલકોને હવે તેમના દૂધના વધારે ભાવ મળશે
ADVERTISEMENT
પશુપાલકોને કેટલા ભાવ મળશે ?
સુમુલ ડેરીએ ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે અને ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના પ્રતિ કિલોફેટના ભાવ 830 રૂપિયા હતા જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. ગાયના દૂધના કિલોફેટના ભાવ 795 રૂપિયા હતા જે વધારી 810 રૂપિયા કરવામાં આવ્યા છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ ભાવ વધારાની જાહેરાત કરી હતી. સુરત અને તાપીના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ફાયદો થશે.
ADVERTISEMENT
ગઇકાલેજ અમુલે પણ પશુપાલકોને અપાતા દૂધના ભાવમાં વધારો કર્યો છે
મહત્વપૂર્ણ છે કે હજુ ગઇકાલેજ અમુલ ડેરીએ પણ પશુપાલકોને અપાતા દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટ વધારો કર્યો છે, અને આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મોટા ખુશીના સમાચાર આપ્યા છે.. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ પ્રતિ કિલો ફેટ 10 રૂપિયા વધારે આપવાનો નિર્ણય ગઇકાલે જ જાહેર કર્યો હતો..આ સાથે પ્રતિકિલો ફેટના ભાવ રૂ.730ના વધીને રૂ.740 કરી થઇ ગયા છે.. જેનાથી આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મોટો લાભ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતનું એવું જ્યાં ગામ લોકોએ સૂકા રણને ઓઢાડી લીલી ચાદર, દેવાય છે દાખલા
અમુલનું ગત વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડને પાર
ADVERTISEMENT
ગત વર્ષ 2021માં અમુલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડ પાર પહોંચ્યું છે. ગયા વર્ષે દૂધ ની આવક 131 કરોડ લીટર થઈ હતી.ચાલુ વર્ષે 150 કરોડ લીટર દૂધ ની આવક થઈ છે. ખેડુતો ને અંતિમ ભાવ ની રકમ માં પણ 9.37 ટકા નો વધારો કરાયો હતો. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવ ની ચુકવણી થઈ હતી. ચાલુ વર્ષે 350 કરોડ થી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.