Sukanya Samriddhi Yojana you can save daily 1 rupees and get 15 lakh rupee on maturity
તમારા કામનું /
દિવાળી પર દિકરીને બનાવો લખપતિ, ફક્ત 1 રૂપિયો આપીને મેળવો 15 લાખનો ફાયદો, જાણો શું છે પ્રોસેસ
Team VTV11:40 AM, 01 Nov 21
| Updated: 11:46 AM, 01 Nov 21
જો તમે રોકાણ કરવાને લઈને પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ઘણા ઓછા રોકાણમાં વધુ પૈસા ભેગા કરી શકો છો.
દિકરીનું ભવિષ્ય આ રીતે કરો ઉજવળ
ફક્ત 1 રૂપિયામાં મેળવો 15 લાખનો ફાયદો
જાણો શું છે પ્રોસેસ
જો તમે રોકાણ કરવાને લઈને પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ખૂબ જ ઓછું રોકાણ કરીને વધુ રકમ ઉભી કરી શકો છો. આ સરકારી સ્કીમનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. આ યોજનાથી તમે દિકરીના ભવિષ્યને સુરક્ષિત તો કરી શકો છો સાથે જ અહીં રોકાણ કરવાથી તમને ઈનકમ ટેક્સમાં પણ મદદ મળે છે. આ સ્કીમનો લાભ રોજના 1 રૂપિયાની બચત કરીને પણ ઉઠાવી શકાય છે.
શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના દિકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે જેને બેટી બચાઓ બેટી પઢાઓ સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. નાના બચત સ્કીમમાં સુકન્યા સૌથી સારા વ્યાજદર વાળી યોજના છે.
આટલા રૂપિયાથી કરી શકાય છે રોકાણ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માત્ર 250 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. એટલે કે જો તમે દરરોજ 1 રૂપિયો પણ બચાવો છો તો તમે આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. કોઈ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જરૂર જમા કરાવવા જોઈએ. કોઈ નાણકીય વર્ષમાં SSY ખાતામાં એક વખત અથવા ઘણી વખતમાં 1.5 લાખ રૂપિયાથી ઓછું જમા નહીં કરાવી શકાય.
કેટલું મળે છે વ્યાજ?
દરેક SSYમાં 7.6 ટકાનું વ્યાજ આપવામાં આવે છે જે ઈનકમ ટેક્સ છૂટની સાથે છે. આ પહેલા તેમાં 9.2 ટકા વ્યાજ પણ આપવામાં આવતું હતું. 8 વર્ષની ઉંમર બાદ દિકરીના ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચના મામલામાં 50 ટરા સુધી ઓછી રકમ ઉપાડી શકાય છે.
મેચ્યોરિટી પર મળશે 15 લાખથી પણ વધારે
માની લો કે તમે આ સ્કીમમાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો. એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પર તમને 14 વર્ષ બાદ 7.6 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગના હિસાબથી 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા થશે. જણાવી દઈએ કે હાલ તમને SSYમાં 7.6 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે ઈનકમ ટેક્સ છૂટની સાથે છે.