બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / sudden expensive yellow metal rate hike 4500 per 10 gram know target price

કોમોડિટી / સોનાના ભાવમાં અચાનક 4500 રુપિયાનો વધારો ! જાણો ક્યાં સુધી પહોંચશે 1 લાખ

Hiralal

Last Updated: 06:29 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં અવિરત તેજી જોવા મળી રહી છે. બુધવારે પણ આ ઘટનાક્રમ જળવાઈ રહ્યો હતો.

લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલા જ સોનાના ભાવમાં તોફાની ઉછાળો જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં સોના (ગોલ્ડ રેટ)ની કિંમત ઝડપથી વધી રહી છે. માત્ર 7 કારોબારી દિવસો દરમિયાન સોનું 4580 રૂપિયા મોંઘુ થઈ ગયું છે, જ્યારે ચાંદીના રેટમાં 7973 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. મંગળવારે દેશભરમાં સોનાનો સરેરાશ દર 71832 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 82100 રૂપિયા પ્રતિ કિલોની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.

વધુ વાંચો : સોનાના ભાવ લાઈફ ટાઈમ હાઈ પર, જાણો અત્યારે સોનું ખરીદાય કે વેચાય

સતત ત્રીજા દિવસે સોનામાં ભાવમાં વધારો 
બુધવારે પણ સોના-ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે. સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે 24K સોનું 7205 રૂપિયા પ્રતિ ગ્રામ પર ખુલ્યું, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 82468 રૂપિયા હતો. સોના-ચાંદીના ભાવ ઓલટાઈમ હાઈ લેવલે ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે દિલ્હીમાં સોનું 140 રૂપિયા વધીને 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું, જ્યારે સોમવારે સોનું 71,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

વિદેશી બજારોની મજબૂતીને કારણે ભારત પર અસર
એચડીએફસી સિક્યોરિટીઝના એક્સપર્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદેશી બજારોમાં મજબૂતીના સંકેત છે, જેના કારણે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

સોનું ક્યારે 1 લાખને પાર કરશે?
મુથુટ ફાઇનાન્સે ગોલ્ડ રેટ માટે ટાર્ગેટ આપ્યો છે. તેમણે કહ્યું છે કે સોનાના ભાવમાં આ વધારો આગળ પણ ચાલુ રહેશે અને 2029 સુધીમાં સોનું 1 લાખ રૂપિયાને પાર કરી જશે અને ભાવ 1,01,786 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ જશે. 2028માં સોનું 92,739 રૂપિયા અને 2030માં સોનાનો ભાવ 1,11,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેશે.

અમદાવાદમાં સોનાનો ભાવ કેટલો
અમદાવાદમાં આજે (બુધવાર તા. 10.04.2024)ના દિવસે 24 કેરેટ, 10 ગ્રામના હિસાબે, નો ભાવ 74,065 રુપિયા છે. 22 કેરેટનો ભાવ 71,000થી 72,000ની વચ્ચે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ