બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Students have to score 36 marks to pass Veer Narmad University

સુરત / ગુજરાતની આ યુનિવર્સિટીમાં પાસ થવા મેળવવા પડશે 36 માર્ક, નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને ફાયદો

Priykant Shrimali

Last Updated: 12:34 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Veer Narmad South Gujarat University Latest News: તાજેતરમાં યોજાયેલ વીર નર્મદ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નવી શિક્ષણ પોલિસીમાં પાસિંગ માર્કસ 36 કરાયા, એક માર્ક્સના કારણે નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને થશે લાભ

  • વીર નર્મદ યુનિ.માં પાસ થવા વિદ્યાર્થીઓએ મેળવવા પડશે 36 માર્ક્સ
  • VNSGUમાં નવી શિક્ષણ પોલિસીમાં પાસિંગ માર્કસ 36 કરાયા 
  • હવે વિદ્યાર્થીઓને પાસ થવા માટે 36 માર્ક્સ લાવવા પડશે
  • એક માર્ક્સના કારણે નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને થશે લાભ
  • યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

Veer Narmad South Gujarat University : સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં યોજાયેલ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નવી શિક્ષણ પોલીસીમાં પાસિંગ માર્કસ 36 કરાયા છે. એટલે કે હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ 36 માર્ક્સ મેળવવા પડશે. મહત્વનું છે કે, યુનિવર્સિટીના આ નિર્ણયથી એક માર્ક્સના કારણે નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને લાભ થશે. 

વધુ વાંચો: કળિયુગી બાપ! સુરતમાં પ્રેમીએ 7 હજારમાં બાળકીને વેચી મારી!, લિવિંગ પાર્ટનરને ચેતવતી સુરતની ઘટના

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક નિર્ણયથી હવે અનેક વિદ્યાર્થીઓને લાભ થશે. વિગતો મુજબ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક VNSGUમાં નવી શિક્ષણ પોલીસી અંતર્ગત એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે  વીર નર્મદ યુનિવર્સિટીટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ 36 માર્ક્સ મેળવવા પડશે. નવી શિક્ષણ પોલીસીમાં પાસિંગ માર્કસ 36 કરાયા જેમાં આંતરિક મૂલ્યાંકનમાં 50 માર્કમાંથી 18 પાસિંગ માર્કસ, 25માંથી 9 પાસિંગ માર્કસ રખાયા છે.  આ સાથે 35 માર્કની પરીક્ષામાં 13 માર્કસ પાસિંગ અને 15 માર્કસની પરીક્ષામાં 5 માર્કસ પાસિંગ રખાયા છે. એટલે કે હવે વિદ્યાર્થીએ પાસ થવા 36 માર્કસ મેળવવાના રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Veer Narmad South Gujarat University વિદ્યાર્થીઓ વીર નર્મદ યુનિવર્સિટી શિક્ષણ પોલિસી સુરત Veer Narmad South Gujarat University
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ