ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Lover runs away after selling girlfriend baby girl in Godadara, Surat
Last Updated: 12:07 PM, 18 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ ખાતે સાસરીથી પ્રેમી સાથે ભાગીને આવેલી પરણીતા સુરત ખાતે તેના પ્રેમી સાથે રહેતી હતી. આ સમયગાળા દરમ્યાન પરણીતાને એક બાળકીનો જન્મ થયો હતો. જે બાળકીને પરણીતાના પ્રેમીએ 7 હજારમાં વેચી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે પ્રેમિકાએ પ્રેમી સામે ગોડાદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સમગ્ર મામલે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસે આરોપી દીપક ત્રિપાઠી અને જુનેદ શેખ સામે ગુનો દાખલ કર્યો છે. પ્રેમિકાને દીકરીનો જન્મ થતા આરોપી દીપકને તે પસંદ ન હતું. આરોપી દીપકે 7 હજારમાં જુનેદ શેખને બાળકી વેચી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
લગ્નની લાલચ આપી પરણીતાને ભગાડી લાવ્યો હતો
સુરતના લિંબાયત ખાતે રહેતી 28 વર્ષીય યુવતીનાં લગ્ન 2020 માં યુપી ખાતે થયા હતા. ત્યારે પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોઈ બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. તે દરમ્યાન યુવતીની મિત્રતા સોશિયલ મીડિયા મારફતે દીપક ત્રિપાઠી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ ડિસેમ્બર 2021 માં યુપીમાં પરણીતાએકલી હતી. તે સમયે દીપક ત્રિપાઠી તેનાં ઘરે આવ્યો હતો જે બાદ દીપક પરણીતાને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ પરણીતાને સાસરીમાંથી ભગાડી લઈ આવ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.