ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Modi government big decision for lakhs of onion growing farmers of Gujarat
Last Updated: 11:20 AM, 18 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીનાં ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનાં હિતમાં નિર્ણય કરતા આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપી
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે. જેથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે. 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બાંગ્લાદેશમાં 50 હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી મનિસ્ટર્ઝ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ વાંચોઃ અમદાવાદ કચ્છ હાઇવે પર ચાલુ ગાડીએ ટાયર ફાટતાં 4ના મોત! ઈકોનું એક તરફનું પડખું જ પિચકાઈ ગયું
ADVERTISEMENT
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો
છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના વિસાવદરમાં ડુંગળના સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા હતા. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.