ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gamkhwar accident occurred in Haripar village of Surendranagar district
Last Updated: 09:50 AM, 18 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે અમદાવાદ-કચ્છ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનનું ટાયર ફાટી જતા વાન પલ્ટી મારી ગઈ હતી. જેથી વાનમાં સવાર 4 વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા.

ADVERTISEMENT
અકસ્માત સર્જાતા ગાડીનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો
અમદાવાદ-કચ્છ હાઈવે પર વહેલી સવારે સર્જાયેલ અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે અકસ્માત એટલે ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. ગાડી પલ્ટી મારી જતા ગાડીનો કાચ તેમજ દરવાજા તૂટી જવા પામ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.