ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Jain-Hindu temple dispute in Girnar flared up again
Last Updated: 09:01 AM, 18 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ગીરનારમાં જૈન-હિંદુ દેવસ્થાનનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. ત્યારે આ વિવાદ ફરી વકર્યો છે. જૈન સમાન દ્વારા નેમીનાથનાં પગલાને લઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમજ ગીરનારની 5 મી ટુંક પર નેમીનાથની પૂજા માટે મંજૂરી માંગી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટે ગુજરાત અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. પાંચમી ટુંક પર પગલાની પૂજાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી તરફ હિન્દુઓનાં મતે પગલા દત્તાત્રેય ભગવાનનાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જૈન સમાજ દ્વારા દાવો કરાય છે કે પગલા નેમીનાથ દાદાના છે.
ADVERTISEMENT
થોડા મહિના પહેલા દત્તાત્રેય દેવ સ્થાનમાં મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરાયો હતો
થોડા સમય અગાઉ કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવતા અને 'ગિરનાર અમારો છે' તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
વધુ વાંચોઃ ઘઉંનો પાક આવતા માર્કેટ ડાઉન! નવી આવકે દેખા દેતા ભાવ અડધા થઈ ગયા! યાર્ડ સત્તાધીશોએ 'ટેકો' બતાવ્યો
ADVERTISEMENT
ગિરનારમાં દત્તાત્રેય શિખરનો વિવાદ શું છે?
ગિરનારમાં દત્તાત્રેય શિખરને લઈને ચાલી વિવાદ ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર પર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈન માને છે શિખર પર જે પગલા છે તે નેમીનાથના છે. દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં બંને પક્ષે સામસામે દાવો પણ કર્યો છે. કોર્ટે વિવાદાસ્પદ પ્રવૃત્તિ ન કરવા હુકમ કર્યો છે. કોર્ટે જૈનને પૂજા કરવાની સત્તા આપી નથી. સદીઓથી હિન્દુ સંસ્થા દત્તાત્રેય શિખર પર પૂજા કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.