ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bulk income of wheat in market yard arriving at Modasa market yard
Last Updated: 08:29 AM, 18 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT

અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ૬૦ હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થતા હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટ યાર્ડમાં આવતા માર્કેટ યાર્ડમાં રોજની ૪૪૦ બોરી ઘઉંની આવક ચાલુ થઇ છે.શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો ભાવ હાલ ૪૦૦ થી ૫૫૫ સુધી મળી રહ્યો છે પરંતુ આ ભાવ થી પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ભાવ ઘટી જતા ખેડૂતોમાં નારાજગી
ખાસ કરીને ઘઉંની આવક ચાલુ થતા પહેલા જુના ઘઉંનો ભાવ ૧૦૦૦ રૂપિયા જેટલો પ્રતિ ૨૦ કિલોનો મળી રહ્યો હતો. તેવામાં નવી આવક ચાલુ થતાજ ભાવ ઘટી જતા ખેડૂતો નારાજ છે.બીજી તરફ ખાતર ખેડ અને બિયારણ પણ મોંઘુ થયું છે તેવા સંજોગોમાં ખેડૂતોને માર્કેટમાં મળતા ભાવ પોષાય તેમ નથી. જેથી ખેડૂતોને નવા ઘઉંના પ્રતિ ૨૦ કિલોના ૭૦૦ થી ૮૦૦ રૂપિયા ભાવ મળે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે
ADVERTISEMENT
એપીએમસી મોડાસામાં ઘઉની બોરીની આવક 500 થી 600 સુધીની રહે છે
આ બાબતે માર્કેટ યાર્ડના ઈન્ચાર્જ સેક્રેટરી કૌશિકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, હાલ એપીએમસી મોડાસામાં ઘઉંની બોરીની આવક 500 થી 600 બોરી સુધીની આવક છે. તેમજ ઘઉનાં ભાવ 480 થી લઈ 555 સુધીના ભાવ મળે છે. અત્યારે ખેડૂતો જે ભાવ લઈને આવે છે. તેમાં ટેકાના ભાવ કરતા ભાવ ઉંચા મળી રહ્યા છે. તેથી ખેડૂતોને પણ સંતોષ છે. અને ઘઉં સિવાય દીવેલા તેમજ રાયડાની પણ આવક સારી છે. રાયડાના ભાવ પ્રમાણમાં નીચા છે. દીવેલાના ભાવ રૂા. 1100 થી 1120 રૂપિયાની આજુબાજુ પડે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.