બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / વિશ્વ / Health / student from Pakistan dies due to naegleria fowleri from amoeba

VTV વિશેષ / પાકિસ્તાનમાં પાણીથી થયેલી ખતરનાક બીમારીથી યુવકનું મોત, ભારત માટે ખતરાની ઘંટડી

Published By: Shalin

Last Updated: 08:30 PM, 27 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેગ્લેરીયા ફોલેરી નામના એક ભયાનક રોગે દક્ષિણ એશિયામાં માથું ઉચક્યું છે. આ રોગમાં અમીબા નામનો સુક્ષ્મ એકકોષીય સજીવ વ્યક્તિના શરીરમાં પાણી વાટે ઘુસી જઈને વ્યક્તિના મગજમાં ટીસ્યુઝ ખાવા માંડે છે જેથી વ્યક્તિનું મોત નીપજે છે.

 

જમશેદ ખાનનો કેસ

કરાચીના મેડીકલના વિદ્યાર્થી જમશેદ ખાને એક સોમવારે માથાના દુખાવાની ફરિયાદ કરી. ૧૯ વર્ષીય જમશેદને માથાનો દુખાવો કરોડરજ્જુ સુધી પહોંચ્યો અને તેને તાવ અને ઉલટીના લક્ષણો શરુ થયા. ૩ દિવસ બાદ તેનું મોત નીપજ્યું. 

શું હતું કારણ?

ટેસ્ટ્સમાં તરત પકડાયું કે જમશેદને નેગલેરિયા નામના એક અમીબા પ્રકારના જીવનું ઇન્ફેકશન થયું હતું. આ જીવ પાણી વાટે માનવ શરીરમાં પહોચીને મગજના ટીસ્યુઝને ખોરાક તરીકે ખાવા માંડે છે જેથી વ્યક્તિના મગજ પર સોજો આવે છે અને પરિણામે તેનું મોત નીપજે છે. 

આ રોગની જલ્દીથી જાણ થઇ જાય ત્યાર પછી દર્દીનો જીવ બચવો મુશ્કેલ છે. USAમાં ૧૯૬૨ થી ૨૦૧૮ સુધી થયેલા ૧૪૫ કેસીસમાંથી ફક્ત ૪ લોકો જ આ રોગ પછી બચી શક્યા હતા અર્થાત ૯૭% કેસીસમાં દર્દીનું મોત થઇ ગયું હતું. USAની સૌથી છેલ્લો ભોગ બનનાર લીલી અવાંટ ટેકસાસમાં બ્રાઝોસ નદીમાં સ્નાન કરવાથી મૃત્યુ પામી.

કરાચીમાં ૨૦૧૯માં અમીબાના ૧૪ કેસીસ આવ્યા છે અને તમામ લોકો મોતને ભેટ્યા છે જયારે ૨૦૧૮માં કુલ ૭ કેસીસ હતા. 

અમીબા મોટાભાગે હુંફાળા અને વહેતા પાણીમાં રહે છે અને વધતી ગ્લોબલ વોર્મિંગના પગલે તેમની સંખ્યા અને તેમનાથી થતા મોતની સંખ્યામાં વધારો આવવાની શક્યતા છે.

કેવી રીતે થાય છે ઇન્ફેકશન?

આ જીવો શરીરમાં પાણી વાટે પ્રવેશે છે. જો કે આ પાણી પીવાથી નથી પ્રવેશતા પરંતુ આ પાણી નાક વાટે જવાથી પ્રવેશે છે. નાક વાટે પાણી તળાવ, નદીમાં નહાતી વખતે અથવા ધાર્મિક સ્નાન વખતે વગેરે સમયે પ્રવેશી શકે છે. 

શું છે ઉપાય?

કરાંચીના ડોક્ટર સઈદ ઝફર મહેંદીએ જણાવ્યું કે પાણીમાં ક્લોરીનના ઓછા સપ્લાયના કારણે આ રોગ થાય છે. અમીબા ક્લોરીનેટેડ જળમાં રહી નથી શકતા. અરેબિક સમુદ્રની કિનારે વસેલા શહેરોના પાણીની સપ્લાય સિસ્ટમ્સ ખોરવાયેલા છે જેથી તેમની પાઇલાઇન્સ વડે ક્લોરીનનો જથ્થી સમગ્ર પાણીના ભંડારમાં બરાબર ભેળવી નથી શકાતો. આનો ઉપાય કરવા ઘણા લોકો પોતાના ઘરના પાણીના જથ્થામાં ક્લોરીનની ટીકડીઓ નાખે છે પરંતુ એ ટીકડીઓ પણ જેટલું જરૂરી છે એટલા પ્રમાણમાં ક્લોરીન નથી ભેળવી શકતી. 

ભારત માટે ચેતવણીની ઘંટડી 

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આ રોગ ફેલાયો છે. ભારત અને પાકિસ્તાનનું વાતાવરણ સમાન છે અને ભારતની પાઈપલાઈનોમાં પણ આવી જ સમસ્યાઓ છે. ભારતમાં પણ ઝડપી દરે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. આવા સમયે ભારત પાણીના જથ્થામાં ક્લોરીન ઉમેરવાની વ્યવસ્થા કરે અને તેની નિયમિત ચકાસણી કરે એ ખુબ જરૂરી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

amoeba chlorine naegleria fowleri અમીબા ક્લોરીન નેગ્લેરીયા ફોલેરી VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ