બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Strict action by Amul Dairy against 4 including Rudan Tabela owner

કાર્યવાહી / તબેલામાં અમૂલની રેડ મામલે ખુલાસો: આ રીતે 1000 લિટર દૂધ ભરતા હતા ચાર શખ્સો, FIR દાખલ

Malay

Last Updated: 12:11 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૂલ દ્વારા રુદણ ગામના તબેલા માલિક સહિત 4 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તમામે ખોટી રીતે અમૂલ પાસેથી BMC સેન્ટર મેળવ્યું હતું.

  • અમૂલ દ્વારા રુદણ તબેલામાં તપાસનો મામલો 
  • પોલીસ મથકે તબેલા માલિક સહિત 4 સામે ફરિયાદ 
  • ખોટી રીતે અમૂલ પાસેથી મેળવ્યું હતું બી.એમ.સી. સેન્ટર

અમૂલ ડેરી દ્વારા રુદણ તબેલાના માલિક સહિત 4 સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ડેરી દ્વારા મહેમદાવાદ પોલીસ મથકે તબેલા માલિક સહિત 4 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમૂલ દ્વારા ડાકોરના રાજુ રબારી, કાળું રબારી, અમદાવાદના સન્ની રબારી અને સુઇગામના રાજા રબારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ચારમાંથી ત્રણને ઝડપી લીધા છે. જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ ચાલું છે. મહત્વનું છે કે, આ તમામે ખોટી રીતે અમૂલ પાસેથી BMC સેન્ટર મેળવ્યું હતું.

બાતમીના આધારે હાથ ધર્યું સર્ચ ઓપરેશન 
હકીકતમાં અમૂલ ડેરીના કર્મચારીઓને બાતમી મળી હતી કે, ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસે આવેલા રુદણ ગામના ખાનગી તબેલામાં પશુઓ કરતા દૂધ વધારે ભરવામાં આવી રહ્યું છે. જેથી કર્મચારીઓને નકલી દૂધ બનાવી અપાતું હતું કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઇ હતી. અમૂલ ડેરીના કર્મચારીઓની એક ટીમ મહેમદાવાદ સ્થાનિક પોલીસ અને એલસીબીની એક ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને તબેલા પર સર્ચ ઓપરેશન કર્યું હતું. 

તબેલામાંથી મળી આવ્યા હતા માત્ર 20 પશુઓ
આ દરમિયાન તબેલામાંથી માત્ર 20 પશુઓ મળી આવ્યા હતા. પરંતુ ટેન્કરમાં 1000 લીટર દૂધ ભરેલું હતું. જેને લઈને તબેલા પર હાજર વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. 
પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે વધારાનું દૂધ અન્ય જિલ્લાઓમાંથી લાવવામાં આવતું હતું. આ ઉપરાંત તબેલાના માલિકે ખોટી રીતે અમુલ પાસેથી BMC સેન્ટર મેળવ્યું હતું. સેન્ટર મેળવી બહારના જિલ્લામાંથી દૂધ લાવી ભરતા હતા. 

દૂધના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા
આ દરમિયાન અમૂલના કર્મચારીઓ દ્વારા દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને અમૂલે પોતાની લેબમાં તપાસ કરવા માટે મોકલ્યા હતા. જ્યારે પોલીસે FSLમાં સેમ્પલ મોકલ્યા હતા. એફએસએલના રિપોર્ટ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે આ દૂધ બહારના જિલ્લામાંથી આવતું હતું કે પછી ડુપ્લિકેટ હતું. 

દૂધના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચેક કરશુંઃ ડો.યોગેશ પટેલ
અમૂલના ડો. યોગેશ પટેલે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા અરજી મળી હતી કે રુદન ગામ પાસે આવેલ તબેલા પણ પશુઓ ઓછા છે અને દૂધ તેઓ વધારે ભરાવે છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે અમે માલિકની પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે અમારે ગાંધીનગર બાજુ પણ તબેલો છે. જેથી અમે બીજું દૂધ ત્યાંથી લાવીએ છીએ. અમે દૂધના સેમ્પલ લઈ દૂધને લેબોરેટરીમાં ચેક કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ