બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં મકાન ભાડે આપનારા પર કડક એક્શન, 367 લાભાર્થીને નોટિસ, 35ને માર્યું સીલ

અમદાવાદ / પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં મકાન ભાડે આપનારા પર કડક એક્શન, 367 લાભાર્થીને નોટિસ, 35ને માર્યું સીલ

Vishal Khamar

Last Updated: 11:30 AM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનો દુરપયોગ થતો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતા કોર્પોરેશન દ્વારા તાત્કાલીક ધોરણે મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ મુખ્યમંત્રી આવાસ યોજના (EWS) હેઠળ મળેલા મકાનોનો દુરુપયોગ થતો હોવાના ઘટનાઓ સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 6 મહિનાથી ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,611 મકાનોની ચકાસણી કરવામાં આવી છે, જેમાંથી 367 મકાનો શંકાસ્પદ જણાતા સંબંધિત માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ, 35 મકાનોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે.

આ યોજના અંતર્ગત આવાસ એવાં નાગરિકોને આપવામાં આવે છે, જેમની આવક સીમિત હોય અને જેઓ પોતાનું ઘર ખરીદવાની સ્થિતિમાં ન હોય. પરંતુ તાજેતરમાં મળેલી માહિતીના આધારે એવું જણાયું છે કે, કેટલાક લાભાર્થીઓએ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને મકાન મેળવ્યા બાદ તે ભાડે આપી રહ્યા છે અથવા વેચાણ પણ કરી રહ્યા છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવેલી અચાનક ચકાસણી દરમિયાન કેટલાક મકાનોમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય વ્યક્તિઓ રહેતી હોવાનું બહાર આવ્યું હતું. આવા મકાનોના માલિકોને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે. અને જ્યાં સ્પષ્ટરૂપે તાત્કાલિક ભંગાચાર જણાયો, તેવા 35 મકાનો તુરંત સીલ કરાયા છે.

આ પણ વાંચોઃ દિવાળીની રાત્રે અમદાવાદ 'ગેસ ચેમ્બર'માં ફેરવાયું! AQI 300ને પાર, આ વિસ્તારો ડેન્જર ઝોનમાં

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવાસ યોજનાનો હેતુ ખરેખર જરૂરિયાતમંદોને સરકારી સહાય પૂરી પાડી નાગરિકોને ઘર આપવાનો છે. પરંતુ જો લાભાર્થીઓ તેનું વ્યાવસાયિક ઉપયોજન કરતા હોય અથવા ત્રીજા પક્ષને મકાન વહેંચી દેતા હોય, તો સામે કડક કાર્યવાહી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chief Minister Housing Scheme Misuse of Houses Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ