બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળીની રાત્રે અમદાવાદ 'ગેસ ચેમ્બર'માં ફેરવાયું! AQI 300ને પાર, આ વિસ્તારો ડેન્જર ઝોનમાં

પ્રદૂષણ / દિવાળીની રાત્રે અમદાવાદ 'ગેસ ચેમ્બર'માં ફેરવાયું! AQI 300ને પાર, આ વિસ્તારો ડેન્જર ઝોનમાં

Vishal Khamar

Last Updated: 10:43 AM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારની સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યું છે. ફટાકડા ફોડવાના કારણે હવામાં પ્રદૂષણમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં રાત્રે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 300 પાર પહોંચી ગયો હતો.

20 ઓક્ટોબરના રોજ દિવાળીના તહેવારની લોકોએ ફટાકડા ફોડી ધામધૂમથી ઉજવણી કરી હતી. પરંતું ફટાકડાના કારણે હવામાન ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણનો વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 300 પાર પહોંચી જવા પામ્યો હતા. હવામાં ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમી બની જવા પામી હતી.

અમદાવાદના ક્યાં વિસ્તારમાં જોખમી હવા

ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાઈ જવા પામ્યું હતું. જેના કારણે શ્વાસમાં હવા જવાનાકારણે લોકોએ ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200 થી ઉપર જોવા મળ્યો હતો. aqi.in ની વેબસાઈટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા તેમજ થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમી હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું. જેથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થવા પામી હતી.

રાજ્ય સરકારે ગાઈડ લાઈન જાહેર કરી

રાજ્ય સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.વાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે

સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા સૂચન

દિવાળીના તહેવાર શરુ થવાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે, ત્યારે દિવાળી પર નિશ્ચિત સમય માટે જ ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે નાગરિકોને પાલન કરવા સૂચન કર્યું છે.

માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા

જો ગાઈડ લાઈન પર વિગતવાર નજર કરીએ તો શહેરના બજારો, શેરીઓ તેમજ જાહેર રસ્તા, પેટ્રોલ પંપ, સીએનજી અને એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અને એરપોર્ટની નજીક ફટાકડા ફોડી શકશે નહીં. માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.

ચાઇનીઝ તુક્કલ પ્રતિબંધ રહેશે

સૌથી મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં દિવાળીમાં આગના બનાવો બન્યા જેમાં ચાઇનીઝ તુક્કલને કારણે આગની ઘટના સૌથી વધુ હતી. જેથી પોલીસે ચાઇનીઝ તુક્કલ, બલૂનના વેચાણ તેમજ ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો છે.

આટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના એરિયાને સાયલન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું બે દિવસના તહેવારમાં બે સમય નક્કી કરાયો છે, જેમાં દિવાળી અને અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ફોડી શકશે, જ્યારે નવા વર્ષના દિવસે રાત્રે 11.55 થી રાત્રે 12.30 વાગ્યા સુધી ફોડી શકશે.

પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે

ગાઈડલાઈન મુજબ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં. જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?

AQI જાણવા માટે, વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને તેની માત્રા માપવામાં આવે છે. જેના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનું સ્તર સૂચવે છે કે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQI ની રેન્જ 0 થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે તેમ તેમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે. જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. જો એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ બે ગામ વચ્ચે અગ્નિવર્ષા, ઇંગોરિયા ફેંકી ખેલાયું યુદ્ધ, નિર્દોષ ભાવ દેખાયો

અસ્થમાના દર્દીઓએ શું શું ધ્યાન રાખવું?

દિવાળી એ રોશની, મીઠાઈઓ અને આનંદનો તહેવાર છે, પરંતુ અસ્થમાના દર્દીઓ માટે પડકારજનક હોઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, ભારતમાં આશરે 35 મિલિયન લોકો અસ્થમાથી પીડાય છે. વાયુ-પ્રદૂષણ આ રોગ માટે એક મુખ્ય કારણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad Diwali 2025 Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ