બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ બે ગામ વચ્ચે અગ્નિવર્ષા, ઇંગોરિયા ફેંકી ખેલાયું યુદ્ધ, નિર્દોષ ભાવ દેખાયો
Last Updated: 09:41 AM, 21 October 2025
સાવરકુંડલામાં લગભગ 80 વર્ષથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોઈ.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકે છે.આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ પેઢી થી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ.હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે.આ રમત જોવા લોકો અમદાવાદ,મુંબઈ,કલકત્તા, રાજકોટ જેવા મોટા સીટીમાંથી આવે છે.આ એક નિર્દોષ રમત છે.

ADVERTISEMENT
ઈંગોરીયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે.પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે.સાવરકુંડલા ના યુવાનો ઈંગોરીયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે.આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી.આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં,રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે.સાવરકુંડલા ની બહાર રહેતા લોકો પણ ઈંગોરીયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ લા નીનો બનવાની સ્થિતિ, આ તારીખોમાં ફરી ભૂકકા કાઢશે વરસાદ, અંબાલાલે આગાહી કરી ચેતવ્યા
ઈંગોરિયા અને કોકડાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાન હાની થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપુર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખુણે સ્થાઈ થયો હોઈ પરંતુદિવાળીના દિવસે તે અચુક કુંડલામાં આ રમત રમવા આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.