બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / લા નીનો બનવાની સ્થિતિ, આ તારીખોમાં ફરી ભૂકકા કાઢશે વરસાદ, અંબાલાલે આગાહી કરી ચેતવ્યા

આગાહી / લા નીનો બનવાની સ્થિતિ, આ તારીખોમાં ફરી ભૂકકા કાઢશે વરસાદ, અંબાલાલે આગાહી કરી ચેતવ્યા

Vishal Khamar

Last Updated: 08:55 AM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઠંડીને લઈ આગાહી કરી છે. તેમજ ઠંડીની સાથે સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં થનારા ફેરફારો અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે હાલ લા નીનોની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે હવામાનમાં મોટાપાયે પરિવર્તન જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાં ચક્રાવાતની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યું કે 18થી 21 ઑક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચાલ જોવા મળશે. આ હલચાલ ચક્રાવાતમાં ફેરવાઈ શકે તેવી શક્યતા પણ છે. સાથે જ બંગાળના ઉપસાગરમાં પણ આગામી દિવસોમાં મોટું વાવાઝોડું સર્જાઈ શકે છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદ

તેમણે જણાવ્યું કે 7 થી 11 નવેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ વરસાદની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે, ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન ભેજવાળું રહેશે.

આ પણ વાંચોઃ ‘હું કોઈ પ્રેમનો વિરોધી નથી, સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાના પણ..': નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ઠંડીમાં વધારો

અંબાલાલ પટેલે આગળ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો થવાનો છે. ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. વાવાઝોડાની અસરથી ઠંડી ઉછી જણાશે, અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Meteorologist Ambalal Patel Meteorologist
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ