બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Stone pelting on Astha train from Surat to Ayodhya late at night

અકસ્માત / સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર મોડી રાત્રે કરાયો પથ્થરમારો, મુસાફરો ભયમાં, પોલીસ તપાસ શરૂ

Vishal Khamar

Last Updated: 08:56 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ટ્રેન પર સતત પથ્થરમારો થતાં મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. આ સમગ્ર બાબતે નંદુરબાર રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો
  • નંદુરબાર નજીક અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો
  • નંદુરબાર રેલવે પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી

 સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે ટ્રેન ગત રોજ સાંજે 8 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી. જેના થોડા સમય બાદ તે નંદુરબાર નજીકથી રાત્રે 10.45 કલાકે પસાર થઈ હતી. તે દરમ્યાન કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. 

અચાનક ટ્રેન પર પથ્થરમારો થતા મુસાફરો ભયમાં મુકાયા
ત્યારે ટ્રેન પર સતત પથ્થરમારો થતા મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. કેટલાક યાત્રીઓએ પથ્થરોથી બચવા માટે બારીના કાચ પણ બંધ કરી દીધા હતા. તો કેટલાક પથ્થરો બારીના કાચ તોડી ટ્રેનની અંદર આવી ગયા હતા. ત્યારે સદનસીબે કોઈ મુસાફરને ઈજા થવા પામી ન હતી. 

વધુ વાંચોઃ યુવતીનો ફોટો મોકલી મજા માણવાની ઓફર, બંગલામાં બન્યું એવું કે બિલ્ડરને 30 લાખની અડી, સુરતનો ચેતવતો કિસ્સો

પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેએ જણાવ્યું હતું કે,  ટ્રેનમાં બેઠેક એક મુસાફરે ફોન પર જણાવ્યું હતું કે, અમે ટ્રેનમાં બેઠા હતા ત્યારે અચાનક જ ટ્રેન પર પથ્થરો અથડાવવાનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો હતો. ત્યારે અંધારૂ હોઈ પથ્થર કોણ મારી રહ્યું હતું તે કંઈ દેખાયું ન હતું. અને સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. આ બાબતે મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને ઘટનાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી દીધી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ