બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Adajan Surat builder was trapped in a honeytrap and became a fake police, accused of extorting Rs 30 lakh was caught
Last Updated: 10:22 PM, 11 February 2024
ADVERTISEMENT
Surat crime news: સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની રૂપિયા 30 લાખનો તોડ કરનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. સુરતના પાલનપુર જકાતનાકા પાસેની સોસાયટીમાં રહેતાં બિલ્ડરને એક યુવતી સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બની હનીટ્રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 30 લાખનો તોડ કર્યો હતો. બિલ્ડરે અડાજણ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
પીઆઇના નામે દમ મારી રૂપિયા 30 લાખનો તોડ કર્યો
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યુ હતુ કે, સુશાંત નામના દલાલે બિલ્ડરના વોટ્સએપ નંબર ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા ઓફર કરી હતી. બિલ્ડરે દલાલનો સંપર્ક કરતા જકાતનાકા પાસેના એક મકાનમાં બોલાવાયો હતો. જ્યાં અગાઉથી એક યુવતી હાજર હતી. બંગલામાં પ્રવેશ કરતાની સાથે દરવાજો બંધ કરી દીધો હતો. આ સમયે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી, સુશાંત સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બનીને આવ્યા હતા. તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી કેસ ન કરવા પેટે અડાજણ પીઆઇના નામે દમ મારી રૂપિયા 30 લાખનો તોડ કર્યો હતો.
ADVERTISEMENT
વાંચવા જેવું: અમદાવાદમાં WWE જેવી રેસલિંગ ઈવેન્ટનું આ તારીખથી આયોજન, 25 રેસલરો કરશે ફાઇટિંગ
અશ્વિન ઉર્ફે ગોપાલ રબારીની કરી ધરપકડ
જેથી અડાજણ પોલીસે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સોને ઝડપી રૂપિયા 30 લાખ રિકવર કર્યા છે. બંને શખ્સોને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દરમિયાન જાણવા મળ્યુ છે કે, ગોપાલ નામનો શખ્સ અગાઉ એક હનીટ્રેપના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.