બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A wrestling event like WWE will be organized in Ahmedabad from this date 25 wrestlers will fight

આયોજન / અમદાવાદમાં WWE જેવી રેસલિંગ ઈવેન્ટનું આ તારીખથી આયોજન, 25 રેસલરો કરશે ફાઇટિંગ

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:03 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​Ahmedabad news: SG હાઈવે પરના RM ફાર્મમાં WWE જેવી રેસલિંગ ઈવેન્ટ યોજાશે, જેમાં દેશભરના 25 જેટલા રેસલરો એક બીજા સામે ટકરાશે

  • WWE જેવી રેસલિંગ ઈવેન્ટનું આયોજન 
  • 25મી ફેબ્રુઆરીએ યોજાશે ઈવેન્ટ
  • SG હાઈવે પરના RM ફાર્મમાં ઈવેન્ટ


દુનિયાની નંબર વન રેસલિંગ ઈવેન્ટ એટલે WWE. આ ઈવેન્ટમાં દુનિયાભરના રેસલરો ભાગ લે છે. અને આ ઈવેન્ટ મોટાભાગે અમેરિકા, યુરોપ અને એશિયાના અમૂક જ દેશોમાં યોજાતી હોય છે. પરંતુ હવે આવી જ એક WWE જેવી ઈવેન્ટનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. 

25 રેસલરો એકબીજા સાથે ટકરાશે
આગામી 25મી ફેબ્રુઆરીએ શહેરના SG હાઈવે પરના RM ફાર્મમાં WWE જેવી રેસલિંગ ઈવેન્ટ યોજાશે. જેમાં દેશભરના 25 જેટલા રેસલરો એક બીજા સામે ટકરાશે. આ ઈવેન્ટ સાંજે 6થી 10 વાગ્યા સુધી ચાલશે. એક સાથે 10 હજારથી વધુ લોકો જોઈ શકે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ફાઈટ જોવા માટે પ્રેક્ષકે 299થી લઈને 4999 સુધી રૂપિયા ખર્ચવા પડશે. ઈવેન્ટમાં વિજેતા બનનાર રેસલરને અંદાજે 6થી 7 લાખ રૂપિયાનો બેલ્ટ આપવામાં આવશે.

વાંચવા જેવું: 'ઘણાને ભાજપમાં આવવું છે પણ..' ઉનાના ધારાસભ્ય કે.સી રાઠોડે કોંગ્રેસ પર કસ્યો તંજ, વીડિયો વાયરલ

અમદાવાદમાં WWE જેવી ગેમનું આયોજન
ટીવી પર WWE લગભગ તમામે જોઈ જ હશે. આ ગેમમાં એક પ્રકારની કુસ્તી છે. જેમાં બે બળિયા એક બીજાને પછાડી પછાડી માર મારે છે. આ ગેમ્સ ખુબ જ લોકપ્રિય છે. ત્યારે આ પ્રકાર ગેમનું આયોજન અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે, પાટણના બે રેસલર ભાઈઓ દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત આ રેસલર ગેમનું આયોજન કરવામાં આવ્યું છે.  

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ WWE જેવી ગેમ ઈવેન્ટનું આયોજન રેસલર ગેમનું આયોજન રેસલિંગ ઈવેન્ટ ​​Ahmedabad news ​​Ahmedabad news

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ