બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA KC Rathod hit out at Congress and said that BJP recruitment fair is going on
Last Updated: 05:05 PM, 11 February 2024
ADVERTISEMENT
ગીર સોમનાથમાં ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.ધારાસભ્ય કહ્યું કે,ભાજપનો ભરતી મેળો ચાલુ છે,આવવું હોય તે આવી જાઓ. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે,ઘણાને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે અને એ અહીં નહીં ચાલે.
ADVERTISEMENT
'પ્રજાના કામ કરવા પડે'
ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે. કોંગ્રેસ પર નિશાન સાધતા ઉનાનાં ધારાસભ્ય કે સી રાઠોડે કહ્યું કે, જાહેરમાં એ લોકો વાતો કરે છે. હું ખાતો નથી ખાવા દેતો નથી. પરંતુ મળે તો મુકતા પણ નથી.આ વાયરલ વીડિયોએ ઉનાનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
વાંચવા જેવું: હરણી દુર્ઘટનાથી લીધી શીખ, બાળકોને પ્રવાસે લઈ જતી શાળાઓએ 27 નિયમોનું કરવું પડશે પાલન
ADVERTISEMENT
'કેટલાકને આવવું છે પણ..'
તેમણે જણાવ્યું હતું કે, કેટલાકને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે, પરંતુ અહીં કંઈ પણ મળશે નહી આવવું હોય તો આવી જાઓ.લોકોની સેવા કરવાની ઈચ્છા હોય તેમજ સત્તામાં રહેવાની ઈચ્છા હોય તો આવી જાઓ.વધુમાં કહ્યું કે, અહી આવ્યા પછી લોકસેવાની તૈયારી રાખવી પડશે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.