બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad DEO announced 27 rules regarding travel

એક્શન / હરણી દુર્ઘટનાથી લીધી શીખ, બાળકોને પ્રવાસે લઈ જતી શાળાઓએ 27 નિયમોનું કરવું પડશે પાલન

Vishal Khamar

Last Updated: 02:30 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં બોટ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા બાદ અમદાવાદ DEO દ્વારા એક્શનમાં આવ્યા છે. તેમજ શાળા પ્રવાસ દરમિયાન આ નિયમનું પાલન નહી કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ DEO એક્શનમાં
  • પ્રવાસ માટે શાળાએ હવે ફરજીયાતપણે લેવી પડશે DEOની મંજૂરી
  • અમદાવાદ DEOએ પ્રવાસને લઈને જાહેર કર્યા 27 નિયમ

વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ ડીઈઓ હવે એક્શનમાં આવ્યા છે. જેમાં પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા 27 નિયમો બનાવવામાં આવ્યા છે. તેમજ જો કોઈ પણ શાળા પ્રવાસ દરમ્યાન આ નિયમનું પાલન નહી કરે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આવો જાણીએ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા શું નિયમો બનાવવામાં આવ્યા છે.

 

નિયમો
1. શાળા દ્વારા શિક્ષણ વિભાગના પરિપત્ર ક્રમાંક: પરચ-૧૨૨૦૧૯-૯૯-વ-૨ તા.૦૫/૦૨/૨૦૧૯માં સૂચવેલ સૂચનાઓનું પાલન નહી થાય તો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી સંબંધીત શાળાની રહેશે.
2. સરકારી ટ્રાન્સપોર્ટેશન/આર.ટી.ઓ માન્ય વાહનોને પ્રાથમિકતા આપવાની રહેશે અને વાહનમાં સીટોની ક્ષમતા મુજબની વિદ્યાર્થી સંખ્યા રાખવી.
૩. પ્રવાસ અંગેની વાલોના સંમતિ પત્રકની ફાઈલ બનાવીને શાળા કક્ષાએ રાખવાની રહેશે.
4. નિયમોનુસાર વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે શિક્ષકોલઇ જવાના રહેશે.
5. સુંદર પ્રવાસ ફશૈક્ષિણક કાર્યને અસર ન થાય તે રીતે યોજવાના રહેશે.
6. પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓને પ્રવાસના સ્થળોનું શૈક્ષિણક મહત્વ સમજાવવાની જવાબદારી પ્રવાસમાં સામેલ શિક્ષકોની રહેશે.
7. જે સ્થળોએ વિદ્યાર્થીઓ માટે પ્રવેશબંધી હોય તેવા સ્થળોએ મુલાકાત લેવી નહી 3. કચેરી દ્વારા જે સ્થળોની મંજુરી લીધેલ હોય તે સ્થળોએ જ મુલાકાત લેવાની રહેશે.
9. વિદ્યાર્થીનીઓ માટે મહિલા શિક્ષક ફરજિયાત સાથે રાખવાના રહેશે.

10. પ્રવાસમાંથી પરત આવ્યા બાદ પ્રવાસ અંગેનો વિગતવાર ખર્ચ/હિસાબ શાળાના નોટીસ બોર્ડ પર મુકવાના રહેશે અને વાર્ષિક નિરિક્ષણ સમયે રજુ કરવાના રહેશે.
11. બાળકોને પ્રવાસમાં લઇ જવા અને વ્યવસ્થિત રીતે સહી સલામત રીતે પાછા લાવવાની જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે.
12. પ્રવાસ દરમ્યાન કોઈ પણ જોખમી સ્થળોની મુલાકાત લેવી નહી તેમજ જોખમી સાધનોનો ઉપયોગ કરવો નહી.
13. રાત્રિ સમયે કોઈ પણ સંજોગોમાં મુસાફરી કરી શકાશે નહી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો ૭(સાત) કલાક
માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ૮ (આઠ) કલાક સુધીમાં મોડામાં રોકાણના સ્થળે પહોંચી જવું. 14. પ્રાથમિક સારવારની પેટી,અગત્યના સંપર્ક નંબર, પૂર્વ મંજૂરીના પત્રો, વાલીઓના સંપર્ક નંબર, એટલાસ, હોકાયંત્ર તથા જરૂરી સંદર્ભ સાહિત્ય પ્રવાસમા સાથે રાખવાનું રહેશે.
15. પ્રવાસમા શુધ્ધ પાણી અને આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
16. શાળા દ્વારા કોવિડ-૧૯ નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.સદર બાબતે કોઇપણ બનાવ બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે.
17. વિદ્યાર્થીઓને ઉંમરને ધ્યાને લઇ પ્રવાસનું આયોજન કરવું. પ્રવાસ દરમ્યાન ઉપયોગમાં લેવાતા વાહનનો RTO દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ RC બુક, વીમો, ફીટનેશ સર્ટીફીકેટ, પરમીટ તેમજ ડ્રાઈવરનું લાઈસન્સ વગેરેની નકલો પૂર્વેથી મેળવવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી.
18. વાહનમાં ફાયર સેફટીના સાધન હોવા જરૂરી છે તથા તેના ઉપયોગની જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને પ્રવાસ પૂર્વે આપવી.

19. પ્રવાસ મરજીયાત રહેશે. કોઈપણ વિદ્યાર્થી કે વાલીને પ્રવાસ માટે ફરજ ન પાડવી.
20. બીમાર વિદ્યાર્થીઓ પ્રવાસ સહન ન કરી શકે તેવા નબળા વિદ્યાર્થીઓ તથા પ્રવાસની એલર્જી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહિ.
21. પ્રવાસના સ્થળ મુજબના સેફટી સાધનો પ્રવાસ દરમ્યાન પ્રવાસ સ્થળ પર વપરાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. દા.ત. નદી, તળાવ જેવા સ્થળો માટે લાઈફ જેકેટ જેવા સાધનો જેવી આનુસાંગિક વ્યવસ્થાની પૂર્વ ચકાસણી કરાવવાની તેમજ ઉપયોગ કરાવવાનું રહેશે.
22. પ્રવાસ દરમ્યાન રાજ્યમાં કે રાજ્ય બહારના સ્થળે વિદ્યાર્થીઓ/કર્મચારીઓ દ્વારા આલ્કોહોલ, કેફી પ્રવાહી કે પદાર્થો સાથે રાખવા કે ઉપયોગ કરવો નહિ.

23. બસમાં મુસાફરી કરનાર તમામ ડ્રાઈવર તથા તેના સહાયક સ્ટાફ, શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓના જરૂરી માહિતી સાથેના ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સાથે રાખવા.
24. પ્રવાસના આયોજનની જાણ સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવી.
25. દર ૨૦ વિદ્યાર્થીઓએ ૧(એક) માર્ગદર્શક શિક્ષકે પ્રવાસમાં જવું તથા ૧૫ વિદ્યાર્થીનીઓએ ૧(એક) મહિલા શિક્ષિકાએ જવું. પ્રવાસ સ્થળ વિદ્યાર્થીઓની વયકક્ષા મુજબ રાખવું અને પ્રવાસન સ્થળમાં બાળકોની સુરક્ષા સબંધિત વ્યવસ્થાની ચકાસણી કરવી.
26. પ્રવાસની નિયત દરખાસ્તમાં બીડેલ વિગતો પર આચાર્યશ્રી દ્વારા પ્રમાણિત (સહી/સિક્કા) કરવા તેમજ બીડેલ વિગતોની સ્પષ્ટ વાંચી શકાય તેવી નકલ સાથે જોડવી.
27. ઉપરોક્ત તમામ સૂચનાઓનું પાલન કરવાની જવાબદારી શાળાના આચાર્યની રહેશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ