બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આજે ફરી શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો

શેરબજાર અપડેટ / આજે ફરી શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો

Last Updated: 09:47 AM, 21 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. સેન્સેક્સ 77 પોઈન્ટના ઘટાડા સાથે 75,658.65 પર ખુલ્યો. તો નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે ખુલ્યો.

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 77 પોઈન્ટના ઘટાડા સાથે 75,658.65 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે 22,890.25 પર ખુલ્યો. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબૂત થયો. રૂપિયો 86.55 પ્રતિ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના અગાઉના બંધ 86.67 થી 0.11 ટકા વધુ છે.

એશિયન બજારોમાં મિશ્ર કારોબાર

એશિયન બજારમાં, કોરિયાના કોસ્પીમાં 0.0053%નો ઘટાડો જોવા મળ્યો. હોંગકોંગનો હેંગ સેંગ 2.96% ઘટ્યો અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 0.77% ની તેજી છે. 20 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 3,311.55 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ પણ 3,907.64 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.

આ પણ વાંચો: રોકાણકારો રૂપિયાનું સેટિંગ રાખજો! ફિનટેક કંપની PhonePe એ IPO લાવવા શરૂ કરી તૈયારી

ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું બજાર

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. ગઈકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે 75,735 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 19 પોઈન્ટ ઘટીને 22,913 પર બંધ થયો. BSE સ્મોલકેપ 599 પોઈન્ટના વધારા સાથે 46,054 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરોમાં ઘટાડો અને 15 શેરોમાં વધારો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેરમાં ઘટાડો નીચે અને 28 શેરોમાં તેજી હતી. NSE ક્ષેત્રીય સૂચકાંકોના બેંકિંગ, IT, ફાર્મા અને FMCG ક્ષેત્રો ઘટાડા સાથે બંધ થયા.

ટ્રેડિંગ દરમિયાન, શ્રીરામ ફાઇનાન્સ, NTPC, અદાણી પોર્ટ્સ, M&M, ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર નિફ્ટીના ટોપ ગેનર્સના લિસ્ટમાં સામેલ હતા. જ્યારે HDFC બેંક, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, HCL ટેક્નોલોજીસ અને ટાટા કન્ઝ્યુમરના શેર ટોપ લૂઝર્સની લિસ્ટમાં સામેલ હતા.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Today Share Market Update Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ