બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:23 PM, 20 February 2025
PhonePe IPO News: તમને જણાવી દઈએ કે ફોનપે ડિસેમ્બર 2022 માં સિંગાપોરથી ભારતમાં સ્થળાંતર કર્યું હતું. આ માટે તેણે સરકારને લગભગ 8,000 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો.
ADVERTISEMENT
વધુ એક ફિનટેક કંપની આઈપીઓ માર્કેટમાં પ્રવેશવા જઈ રહી છે. આ કંપનીનું નામ ફોન-પે છે. કંપનીએ દેશના શેરબજારોમાં લિસ્ટેડ થવા માટે તેના સંભવિત પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીએ ગુરુવારે આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં આ ત્રીજી ફિનટેક કંપની હશે જે શેરબજારમાં પ્રવેશ કરશે. અગાઉ પેટીએમ 2021 માં અને મોબિક્વિક 2024 માં લિસ્ટેડ થયું હતું.
ADVERTISEMENT
ફોનપેએ શું કહ્યું?
ફોનપેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની તેના સંભવિત આઇપીઓ અંગે પ્રારંભિક પગલાં લઈ રહી છે અને ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે. કંપની માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે કારણ કે તે આ વર્ષે તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે.
ADVERTISEMENT
કંપની 2022 માં ભારતમાં શિફ્ટ થઈ
તમને જણાવી દઈએ કે ફોન-પે ડિસેમ્બર 2022 માં સિંગાપોરથી ભારતમાં સ્થળાંતરિત થયું હતું. આ માટે તેણે સરકારને લગભગ 8,000 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો. કંપનીનું મૂલ્ય વર્ષ 2023 માં તેના છેલ્લા ભંડોળ રાઉન્ડ દરમિયાન 12 અરબ ડોલર હતું. નાણાકીય વર્ષ 24 માં કંપનીની કામગીરીમાંથી આવક 73.8 ટકા વધીને રૂ. 5,064 કરોડ થઈ. નાણાકીય વર્ષ 2023માં આ 2914 કરોડ રૂપિયા હતું. તે જ સમયે નાણાકીય વર્ષ 2024 માં કંપનીનો નેટ લોસ નાણાકીય વર્ષ 2023 માં રૂ. 2,795 કરોડથી ઘટીને રૂ. 1,996 કરોડ થયો.
ADVERTISEMENT

કંપની એકાઉન્ટ એગ્રીગેશન વ્યવસાયમાંથી બહાર
ADVERTISEMENT
તાજેતરમાં ફોનપેએ કહ્યું હતું કે તે એકાઉન્ટ એગ્રીગેશન (AA) બિઝનેસમાંથી બહાર નીકળી ગઇ છે. કંપનીએ કહ્યું કે તે અપેક્ષા મુજબ સેવાઓ પૂરી પાડવા માટે પૂરતા ભાગીદારો ઉમેરી શકી નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો.
આ પણ વાંચોઃ ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર, આ 6 બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ
ADVERTISEMENT
એએ લાઇસન્સ કંપનીને યૂજર્સની સંમતિથી તેમની નાણાકીય માહિતી એકત્રિત કરવાની અને લોન, ક્રેડિટ કાર્ડ વગેરે જેવી નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટે બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓ સાથે શેર કરવાની મંજૂરી આપતું હતું. તમને જણાવી દઈએ કે વોલમાર્ટ ગ્રુપની આ કંપનીને જૂન 2023 માં એએ લાઇસન્સ મળ્યું હતું. કંપનીએ કહ્યું કે તે ટૂંક સમયમાં તેના એએ ઉપયોગકર્તા આધારનો સંપર્ક કરશે જેથી તેમને નિર્ણય વિશે જાણ કરી શકાય અને નિયમનકારી માર્ગદર્શિકાનું પાલન કરવામાં મદદ કરી શકાય.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.