બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / ભારત / stock market is continuously touching new high sensex crossed 71000 lavel nifty also zooms check latest update tutc

ઐતિહાસિક / શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સ 71 હજારને પાર, નિફ્ટીમાં પણ જોરદાર તેજી... નવા શિખર પર પહોંચ્યું માર્કેટ

Dinesh

Last Updated: 12:13 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

stock market news: બીએસઈ સેન્સેક્સ 282.80 પોઈન્ટ - 0.40 ટકાના વધારા સાથે 70,797ના સ્તરે ખૂલ્યો હતો અને ટુંકમાં જ નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. BSE સેન્સેક્સ 71,000 ની સપાટીને પાર કરી ગયો હતો

  • ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત
  • સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળીને 71,000ને પાર થયો
  • નિફ્ટી પણ નવા ઓલટાઇમ હાઈ લેવલને સ્પર્શી ગયો

 

stock market news: ભારતીય શેરબજારમાં તેજીનો દોર જારી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજારના બંને સૂચકાંકો લીલા નિશાન પર ખુલ્યા હતા અને રોકેટની ઝડપે દોડવા લાગ્યા હતા. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળીને 71,000ને પાર કરી ગયો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ નવા ઓલટાઇમ હાઈ લેવલને સ્પર્શી ગયો હતો.

sensex nifty share market latest updates here stock market high

ઓલટાઇમ હાઈ
અગાઉના ટ્રેડિંગ દિવસની જેમ ગુરુવારે પણ શેરબજારમાં તોફાની શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 282.80 પોઈન્ટ - 0.40 ટકાના વધારા સાથે 70,797ના સ્તરે ખૂલ્યો હતો અને ટુંકમાં જ નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. BSE સેન્સેક્સ 71,000 ની સપાટીને પાર કરી ગયો હતો અને સવારે 10.28 વાગ્યે તે 519.34 પોઈન્ટના વધારા સાથે 71,033.54 ના સ્તરે ટ્રેડ કર્યો હતો. સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ તેની ગતિ જાળવી રહ્યો છે. શુક્રવારે નિફ્ટી 50 87.30 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઉછાળા સાથે 21,270 પર શરૂ થયો હતો અને થોડી જ વારમાં 21,300ની સપાટી વટાવી ગયો હતો. નિફ્ટી ઈન્ડેક્સ (NIFTY 50) 151.90 પોઈન્ટ - 0.70 ટકાના વધારા સાથે 21,334.60ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.  

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં તેજી: 353 પોઈન્ટના ઉછાળા સાથે  સેન્સેક્સ 57,000ને પાર, નિફ્ટી પણ ઉપર | Share Market 17 March: Good start  of domestic market amid ...

712 કંપનીઓના શેરમાં ઉછાળો
શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ 1712 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો હતો. જ્યારે 411 શેર લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા હતા. આ સિવાય 109 શેર એવા હતા જેમાં કોઈ ફેરફાર થયો નથી. શુક્રવારે જે શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. તેમાં ઈન્ફોસિસ, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. જેનાથી વિપરીત, HDFC લાઇફ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, નેસ્લે અને બ્રિટાનિયાના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સ 930 પોઇન્ટના વધારો
ગુરુવારે અગાઉના ટ્રેડિંગ દિવસે શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 930 પોઇન્ટના વધારા સાથે 70,514ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 256 પોઈન્ટ વધીને 21,183ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે કારોબારમાં દરેક સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી પર બેન્ક, ફાઇનાન્સિયલ, ઓટો, આઇટી, એફએમસીજી, ફાર્મા, મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ