બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Stock market created history on first day of Navratri, Sensex crossed 75000 first time ever

સ્ટોક માર્કેટ / નવરાત્રિના પહેલા દિવસે શેરબજાર ઓલ ટાઈમ હાઈ લેવલ પર, સેન્સેક્સ પહેલીવાર 75,000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

Vidhata

Last Updated: 10:07 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજાર દરરોજ નવા શિખરો પર પહોંચી રહ્યું છે અને નવરાત્રિના પ્રથમ દિવસે બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સે 75000ની સપાટીને પાર કરીને ઇતિહાસ રચી દીધો છે. નિફ્ટી પણ ખૂબ જ ઝડપથી ભાગી રહ્યો છે.

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે તેનું સ્વાગત કરીને નવો રેકોર્ડ રચી દીધો છે. મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના સેન્સેક્સે જોરદાર કૂદકો માર્યો અને પ્રથમ વખત 75,000ના આંકને પાર કરી લીધો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઇન્ડેક્સ પણ રોકેટની ઝડપે ભાગ્યું અને 22,700ની નવી ટોચે પહોંચી ગયું. 

સેન્સેક્સ ખુલતાની સાથે જ મચાવી ધમાલ 

મંગળવારે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું. BSE સેન્સેક્સે સવારે 9.15 વાગ્યે પ્રથમ વખત 75000નો આંકડો પાર કર્યો અને 75,124.28 પર ખુલ્યો અને આ તેનું ઓલટાઇમ હાઈ લેવલ છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 74,742.50 ના સ્તર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ સેન્સેક્સ સાથે ડગલું મળાવીને ચાલતો હોય તેવું લાગી રહ્યું હતું અને બજાર ખૂલતાંની સાથે જ નવી ટોચે પહોંચી ગયું. નિફ્ટીએ 22,765.10 ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, NSE નો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે 22,666.30 ના સ્તર પર બંધ થયો હતો.

1662 શેર લીલા નિશાન પર ખૂલ્યા

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, જ્યારે 1,662 શેર્સમાં વધારો જોવા મળ્યો, ત્યાં 584 શેર્સ એવા હતા જેની શરૂઆત ઘટાડા સાથે લાલ નિશાન પર થઈ. 97 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. જો આપણે સેન્સેક્સ વિશે વાત કરીએ, તો પ્રારંભિક ગતિ સતત બનેલી છે અને 15 મિનિટના ટ્રેડિંગ પછી, આ ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી થોડો સરકી ગયો છે અને 281.85 પોઇન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 75,024.35 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

વધુ વાંચો: 2 પૈસાના શેરની ધમાલ, 1215 ટકાનું આપ્યું રિટર્ન, રોકાણકારોને ઘી કેળાં

ઇન્ફોસિસથી લઈને ટાટાના શેરોમાં ઉછાળો 

શરૂઆતના ટ્રેડિંગમાં, BSE પર ગોદરેજ પ્રોપર્ટીઝનો શેર 5.85 ટકા અથવા રૂ. 151ના વધારા સાથે રૂ. 2,739.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય ઈન્ફોસિસનો શેર 2.09 ટકાના ઉછાળા સાથે 1508 રૂપિયા પર પહોંચીને કારોબર કરી રહ્યા હતા. અન્ય વધતા શેરોમાં ટાટા સ્ટીલ (1.21%), એચસીએલ ટેક્નોલોજીસ (1.05%), એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ (2.31%) અને ટાટા ગ્રુપની કંપની વોલ્ટાસ 1.91%ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bombay Stock Exchange bse business nifty sensex share market stock market Stock market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ