બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Still have to wait for cheap CNG-PNG! The panel sought more time for the final report

હજુ કરવી પડશે પ્રતિક્ષા / સસ્તા CNG-PNG માટે હજુ પણ રાહ જોવી પડશે! પેનલે ફાઈનલ રિપોર્ટ માટે વધુ સમય માંગ્યો

Vishal Khamar

Last Updated: 02:52 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા રચવામાં આવેલી કિરીટ પારેખની સમિતિએ અંતિમ અહેવાલ રજૂ કરવા માટે સરકાર પાસે વધુ સમય માંગ્યો છે. મળતી માહિતી મુજબ સમિતીએ 7-8 દિવસનો સમય માંગ્યો છે.

  • પેનલ ગેસના વાજબી ભાવ અંગે ચર્ચા કરી રહી છે.
  • આ કમિટી અગાઉ 31 ઓક્ટોબરે પોતાનો રિપોર્ટ સોંપવાની હતી.
  • હવે રિપોર્ટ સબમિટ કરવામાં વધુ 7-8 દિવસ લાગી શકે છે.

સીએનજી અને પીએનજી ગ્રાહકોને હવે બંને ગેસના ભાર ઘટવા માટે થોડી રાહ જોવી પડશે. કારણ કે સરકાર દ્વારા ગેસના ભાવની ફોમ્યુલાની સમીક્ષા કરવ માટે રચવામાં આવેલી કીરીટ પારેખની સમિતિએ અંતિમ અહેવાલ રજૂ કરવા માટે સરકાર પાસે વધુ સમય માંગ્યો છે. 
નોંધપાત્ર વાત એ છે કે આ કમિટી અગાઉ 31 ઓક્ટોમ્બરે પોતાનો રિપોર્ટ સોંપવાની હતી. સામાન્ય ગ્રાહકો માટે સીએનજી અને પીએનજીના વ્યાજબી ભાર શું હોવા જોઈએ તે માટે સરકાર દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી.

ઉત્પાદન વધારવાના ઉપયોગની ભલામણ કરી શકે

પ્રાપ્ત માહિતી અનુસાર, આ પેનલ ગેસનું સ્થાનિક ઉત્પાદન વધારવાના ઉપયોગની ભલામણ કરી શકે છે. નામ ન આપવાની શરતે એક સ્ત્રોત દ્વારા જણાવ્યું હતું કે " અમે કૃષિ અને ધરેલું વપરાશ માટે પોસાય તેવા દરે હેસ આપવાના મુખ્ય ઉદ્દશ્ય સાથે કામ કરી રહ્યા છીએ."  સીએનજીના નીચા ભાવો  માટે ઓટોમોબાઈલ ઉધોગ તરફથી સબમિશન પર પેનલ હજુ સુધી ફેલાયેલી નથી.

રિપોર્ટ ફાઈનલ થયા બાદ પેનલ સરકારને સંયુક્ત રિપોર્ય સુપ્રત કરી શકે છે. તાજેતરમાં કુદરતી ગેસના ભાવમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો થયો છે.

 વર્ષમાં બે વાર કિંમતો નક્કી કરવામાં આવે છે
સરકાર દર 6 મહિને કુદરતી ગેસની કિંમત નક્કી કરે છે. ગેસની કિંમતો યુએસ, કેનેડા અને રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોનાં ભાવને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

CNG Final report Panel પેનલ ફાઈનલ રિપોર્ટ સીએનજી business
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ