બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / statement of Vajubhai Valas personal assistant Tejas Bhatti after the suit

રાજકોટ / 'વજુભાઈના આશીર્વાદ મારી સાથે જોડાયેલા છે', દાવેદારી બાદ વજુભાઇ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીનું નિવેદન

Kishor

Last Updated: 11:05 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં વજુભાઇ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ દાવેદારી નોંધાવી નિવેદન આપ્યું હતું.જેમાં વજુભાઈના આશીર્વાદ તેમની પર હોવાનું જણાવ્યું હતુ.

  • રાજકોટ વિધાનસભાની સેન્સ પ્રક્રિયામાં વજુભાઇ વાળાની એન્ટ્રી
  • વજુભાઇ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ માંગી ટિકિટ
  • રાજકોટ પશ્વિમ અને રાજકોટ પૂર્વ બેઠક પર નોંધાવી ઉમેદવારી

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવાંમાં ભાજપ દ્વારા બે દિવસથી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે અહી મોટી વાત તો જોવા મળી કે, ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ વાચ્છુકોનો રાફડો ફાટ્યો હોવાની સ્થિતિ બની છે. વિગતો મુજબ એક બેઠક ઉપર સરેરાશ 20-20 દાવેદારો જોવા મળ્યા છે. તેવામાં રાજકોટ વિધાનસભાની સેન્સ પ્રક્રિયામાં વજુભાઇ વાળાની એન્ટ્રી થતા ચર્ચા જાગી છે.

વર્ષોથી વજુભાઇ વાળા સાથે જોડાયેલા છે તેજસ ભટ્ટી
વજુભાઇ વાળાએ પોતાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ ટિકિટ માંગી છે. તેજસ ભટ્ટીએ રાજકોટ પશ્વિમ અને રાજકોટ પૂર્વ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. તેજસ ભટ્ટી વર્ષોથી વજુભાઇ વાળા સાથે જોડાયેલા છે. દાવેદારી નોંધાવ્યા બાદ તેજસ ભટ્ટીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે 25 ટકા નવા ઉમેદવારને ટિકિટ આપવાની છે. જેને લઇને વિધાનસભા 68 અને 69 બંને માટે દાવેદારી કરી છે અને વજુભાઈ વાળાના આશીર્વાદ મારી સાથે જોડાયેલા છે. ટિકિટ માટે મેં વજુભાઈનું ધ્યાન દોર્યું છે તેમણે મને આશીર્વાદ આપ્યા છે.

બે દિવસથી ચાલતી ભાજપની સેન્સ પ્રક્રિયા 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને જોરદાર તૈયારી કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારથી લઈ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે અને ગઇકાલથી સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ