બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / Statement of Ranveer Kapoor and Alia Bhatt in Ahmedabad on Brahmastra Boycott
ADVERTISEMENT
દેશમાં વિવાદો વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે ત્યારે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી, એક્ટર રણવીર કપુર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે ફિલ્મ પ્રમોશન માટે અમદાવાદના PVR એક્રોપોલીસ ખાતે પહોંચ્યા હતા.
અમારી ફિલ્મ લાઇનમાં 2 જ ઓપ્શન છે: આલિયા ભટ્ટ
જ્યાં તેમણે ફિલ્મ નિહાળી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મના વિવાદથી લઇને VFX સહિતના તમામ સવાલોના જવાબો આપ્યા હતા. ત્યારે ડાયરેક્ટર અયાન અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે બાયકોટ ટ્રેન્ડના સવાલ પર જવાબ આપતા જણાવ્યુ હતુ કે અમારી ફિલ્મ લાઇનમાં 2 જ ઓપ્શન છે કે તમે પોઝિટિવ પર ફોકસ કરો કે નેગેટિવ પર ફોકસ કરો અને અમારુ ધ્યાન માત્ર ફિલ્મ પર જ છે. ફિલ્મના કલેક્શન પરથી જ ખ્યાલ આવે કે ફિલ્મે આગ લગાવી દિધી છે.
ADVERTISEMENT
6 દિવસમાં 160 કરોડ રૂપિયાની કરી કમાણી
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન મજબૂત રહ્યું છે. બ્રહ્માસ્ત્રે માત્ર ત્રણ દિવસમાં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પહેલા દિવસે ફિલ્મે ભારતમાં 37 કરોડની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. એ પછીના દિવસે ફિલ્મે 42 કરોડનું કલેક્શન કર્યું અનેરવિવારે ફિલ્મ ત્રીજા દિવસે બ્રહ્માસ્ત્ર એ તમામ ભાષાઓમાં 44.80 કરોડનો બિઝનેસ કર્યો હતો, સોમવારે 16 કરોડ, મંગળવારે 12.50 કરોડ, બુધવારે 11.50 કરોડનું કલેક્શન કરી તરખાટ મચાયો છે. જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતાની સાથે જ બીજા ભાગ 'બ્રહ્માસ્ત્ર 2: દેવ'નું અનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે.
કંગનાએ ફરી કર્યો કટાક્ષ
કંગના રનૌતે બૉયકોટ છતાં સારું પ્રદર્શન કરવા બદલ 'બ્રહ્માસ્ત્ર' ને લઈને મૂવી માફિયા પર નિશાન સાધ્યું છે. કંગના રનૌતે હાલ જ એક ઇન્સ્ટા સ્ટોરી પર એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે અને ફિલ્મ બ્રહ્માસ્ત્રના કલેક્શન વિશે એવી વાત કહી કે છે ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સને ચોક્કસપણે ખોટી લાગશે. કંગના રનૌતે ઇન્સ્ટા સ્ટોરી પર બોક્સ ઓફિસ એગ્રીગેટર વેબ સાઇટ aandhaboxoffice.com પરથી એક ટ્વિટ શેર કર્યું છે. જેમાં લખ્યું છે કે 'બ્રહ્માસ્ત્રે અત્યાર સુધી વર્લ્ડ વાઈડ 246 કરોડની કમાણી કરી છે પણ ફિલ્મ 650 કરોડ રૂપિયામાં બની છે તો આ કમાણી ખૂબ નાનો હિસ્સો કહેવાય.'
ADVERTISEMENT
કમાણીના આંકડા અને બજેટ પ્રમાણે ફિલ્મ ફ્લોપ છે
આ સ્ક્રીનશૉટ શેર કરતાં કંગના રનૌતે લખ્યું હતું કે 'ફિલ્મ એ માત્ર 144 કરોડ રૂપિયામાં સૌથી વધુ હિટ ફિલ્મની લિસ્ટમાં તેને જાહેર કરવામાં આવી છે. આ એટલા માટે જ છે કે મૂવી માફિયા કેવી રીતે કામ કરે છે. ટે લોકો જ નક્કી કરે છે કે ફિલ્મ કેવી રીતે હિટ અને ફ્લોપ થશે. તેઓ પોતે જ પસંદ કરે છે કે કોનો બૉયકોટ કરવો પણ હવે તેઓ છત્તા થઈ ગયા છે. ' જણાવી દઈએ કે કંગના રનૌતે ફિલ્મ રિલીઝ થતાની સાથે તેના પર કટાક્ષ શરૂ કરી દીધો હતો. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.