બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Statement of MLA Jignesh Sevak regarding the viral video of Alcohol party in Mahisagar

સ્પષ્ટતા / દારૂની મહેફીલમાં ભાજપનો એકપણ હોદ્દેદાર ન હતો, મને બદનામ કરવાનું ષડયંત્ર : મહિસાગરમાં વાયરલ VIDEO મામલે MLAનો ખુલાસો

Published By: Vishnu

Last Updated: 10:25 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂની મહેફિલમાં ભાજપનો એક પણ હોદ્દેદાર ન હતો, ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મુલાકાત લીધી હતી: જીગ્નેશ  સેવક

  • મહિસાગરમાં દારુ મહેફીલ વીડિયો વાયરલનો મામલો 
  • MLA જીગ્નેશ સેવકનો ખુલાસો 
  • આ 'પાર્ટી' અને મને બદનામ કરવાનું ષડ્યંત્ર- MLA જીગ્નેશ  સેવક

તાજેતરમાં મહિસાગરના જિલ્લાના કેટલાંક રાજકીય કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કાર્યકર્તાઓ ભાજપના કાર્યકરો હોવાની ચર્ચા ચાલી રહી છે. વાયરલ વીડિયોમાં કેટલાંક યુવાનો દારૂની મહેફિલ માણતા નજરે ચડી રહ્યાં છે. જો કે, કોઇ ચોક્કસ નેતાને બદનામ કરવાના હેતુથી આ વીડિયો વાયરલ કરાયો હોવાની ચર્ચા ચાલી રહી હતી. વીડિયોમાં ભાજપના MLA સહિત હોદ્દેદારો હોવાની સોશ્યીલ મીડિયામાં ચર્ચા હતી. MLA જીગ્નેશ સેવકના નામે વીડિયો વાયરલ થયો હતો.  જે બાદ  વીડિયો સંદેશ દ્વારા સમગ્ર ઘટના કાવતરું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

MLA જીગ્નેશ સેવકે શું કહ્યું?
'અત્યારે હાલમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મને રાજકિય રીતે બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે.તે હેતુથી જ આ વીડિયો વાયરલ થઈ રહ્યો હોય તેવુ જણાય છે. ગઈકાલે હું પ્રાથમિક સદસ્યતા અભિયાનમાં ખાનપુર તાલુકાના વિસ્તારમાં હતો. ત્યાંથી રાજસ્થાનની બોર્ડર 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલી છે. લુણાવાડા વિધાનસભા બેઠકના મતદારો અરસપરસ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર રહેતા હોય છે અને અવરજવર કરતાં હોય છે. મને નાનામાં નાનું આમંત્રણ હોય તો પણ અચૂક હાજરી આપવા જઉ છું એ મારો સ્વભાવ છે. 'આ પાર્ટી અને મને બદનામ કરવાનું ષડ્યંત્ર છે. દારૂની મહેફિલમાં ભાજપનો એક પણ હોદ્દેદાર ન હતો તેવો દાવો જીગ્નેશ સેવકે કર્યો છે. વધુમાં કહ્યું કે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મુલાકાત લીધી હતી

મને અને મારી પાર્ટીને રાજકિય નુકસાન પહોંચાડવાનું વિરોધીઓનું કાવતરું:MLA જીગ્નેશ સેવક
'બીજી એક સ્પષ્ટતા પર કહ્યું હતું કે સ્વીમિંગ પુલ પર જે ફોટો છે તે સિંધુર વનનો છે. પણ દારૂ પાર્ટીનો જે વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. તેમાં ભારતીય જનતા પાર્ટીઓનો કોઈ સામાન્ય કાર્યકર્તા પણ નથી. મૈ તમામ ખાતરી કરી લીધી છે. મારા અને મારી પાર્ટીના વિરોધીઓ હોય તે લોકો જે સામાજિક સંગઠનના અગ્રણીઓ છે જે દારૂની મહેફિલ કરી રહ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ગણાવી રાજકીય રીતે ગુમરાહ કરી રહ્યા છે. મને માહિતી મળી છે કે આ વીડિયો રાજસ્થાનની જગ્યામાં ઉતરેલો છે.'

સંકળાયેલા મુદ્દાઓ

Alcohol party MLA Jignesh Sevak MLA જીગ્નેશ સેવક mahisagar drunk video viral દારૂ મહેફિલ મહિસાગાર દારૂ પાર્ટી વીડિયો MLA Jignesh Sevak on Alcohol party

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ