બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement by Dr. H.G Koshia, Commissioner, Food and Drug Department

કૌભાંડ / ઘરમાં આ બ્રાન્ડના મસાલા ભરશો તો બીમારી નોતરશો, નડિયાદમાં 60 ટન ભેળસેળિયો માલ કબજે, ફૂડ વિભાગે કર્યા ચોંકાવનારા ખુલાસા

Dinesh

Last Updated: 11:10 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજ-વસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ: ખાદ્ય ચીજ-વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારની લાલ આંખ

  • ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડૉ.એચ.જી કોશિયાનું નિવેદન
  • 'ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ત્રણ ફેક્ટરી પર દરોડા કર્યા હતા'
  • 'પેપરનો પલ્પ, કણકી, કેમિકલ પણ દરોડા દરમિયાન મળ્યા'


ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

ડૉ. એચ. જી. કોશિયાનું નિવેદન
ડૉ. એચ. જી. કોશિયાએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડિયાદ ટીમ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે હળદર, મરચા પાઉડર, અથાણાના મસાલા અને ધાણા પાઉડર જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું હતું. નડિયાદમાં જૂની મિલ કમ્પાઉન્ડ પાસે આવેલ મે. દેવ સ્પાઇસિસ, કમલા ગામ ખાતે રેલ્વે ક્રોસિંગની બાજુમાં આવેલ મે. શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન અને નાની સીલોદ ખાતે આવેલ મે. ડી દેવ સ્પાઇસિસ પ્રા.લી.મા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળ્યો
ચેકિંગ દરમિયાન સ્થળ પર મરચું, હળદર, ધાણા પાઉડર તથા અથાણાના મસાલાની પ્રાથમિક તપાસ કરતા હળદરની ઓલિયો રેઝિન, સ્ટાર્ચ પાઉડર, ચોખાની કણકી, કાગળનો ભૂકો વગેરે ભેળસેળ કરવા માટે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળ્યો હતો. જેથી તેના કુલ 12 મસાલા અન્ય ભેળસેળ માટેના પદાર્થના કાયદેસરના નમૂનાઓ બન્ને જગ્યાએથી લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 61,690 કિ.ગ્રા જથ્થાની અંદાજીત કિંમત રૂ. 73,27,050 થાય છે. આ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

 ભેળસેળ યુક્ત મસાલા વેચવામાં આવતા હતા
વધુમાં મે. દેવ સ્પાઇસિસ દ્વારા ઉપરોક્ત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બનાવીને મે. ડી. દેવ સ્પાઇસિસને વેચવામાં આવતો હતો, જેને નિકાસ કરવામાં આવતો હતો તથા મસાલામાં વપરાતા હળદરની ઓલિયો રેઝિન મે. ડી. દેવ સ્પાઇસિસ દ્વારા Becarre Speciality Ingrdients, કોચીન, કેરલાથી મંગવવામાં આવતું હતું. મે. શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન દ્વારા લોકલ માર્કેટમાં એક્સટ્રા હોટ તેજ મરચા પાઉડર, અપ્પુ બ્રાન્ડ મિર્ચ પાઉડર, ટાઇગર બ્રાન્ડ તીખાલાલ મિર્ચ પાઉડર, તીખાલાલ, જ્યોતિ તેજા મરચું જેવા બ્રાન્ડનેમથી આ ભેળસેળ યુક્ત મસાલા વેચવામાં આવતા હતા.

કમિશનર ડૉ. એચ. જી. કોશિયા

તપાસ હજુ પણ ચાલી રહી છે
ભૂતકાળમાં પણ સદગુરુ ટ્રેડીંગ ખાતે શંકાસ્પદ ભેળસેળ વાળા મસાલા તપાસ દ્વારા મળી આવ્યા હતા. જેમાં તેને કુલ રૂ. 6,75,000નો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓની સામે નામદાર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ હજુ પણ ચાલી રહી છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ની યાદીમાં જણાવાયુ છે.

IFrame

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ