બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / state govt has admitted that the central government has not paid even a single rupee in natural calamities
Last Updated: 05:54 PM, 27 February 2024
બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઇ ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
અર્જુન મોઢવાડિયાના સવાલ પર સરકારનો જવાબ
અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો. જેમાં રૂપિયા 152 કરોડની સહાય ચૂકવવાની માગણી કરી હતી. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારાઈ હતી. આવી જ રીતે રાજ્ય સરકારે બીપોરજોય વાવાઝોડામાં 12 જુલાઇએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700.42 કરોડની માગણી કરી હતી. જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ સહાય આપી નથી.
SDRFમાં પુરતુ બેલેન્સ ઉપલબદ્ધ હોય રકમ ફાળવવામાં આવી ન હોવાનો સરકાર દ્વારા સ્વીકાર કરાયો છે. રાજ્ય સરકારે SDRFની 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ પ્રમાણે જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
આ મુદ્દે લલિત કગથરાએ શું કહ્યું ?
કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યું કે, અમે લોકોએ ડબલ એન્જિનની સરકાર સાંભળી સાંભળીને અમારા કાન બહેરા થઈ ગયા છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ સરકાર હોય તમામ લાભો પણ તેમજ તમામ સહાય મળે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સહાય ચુકવવામાં આવી નથી તે હકીકત છે. તેમણે ઉમેર્યું કે, આ હળાહળ ગુજરાતને અન્યાય છે. જેનો જવાબ ભાજપને આપવો જોઈએ.
વાંચવા જેવું: ..તો AAPના ચૈતર વસાવા કોંગ્રેસના નિશાન પર લડશે ચૂંટણી? હાઈકમાન્ડને કરશે 'પંજા'ની રજૂઆત
ADVERTISEMENT
ભાજપ નેતા હિતેન્દ્ર પટેલનું નિવેદન
ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે આ મુદ્દે જણાવ્યું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી ગુજરાતને અનેક રીતે ફાયદો થયો છે. સાથો સાથ ગુજરાતના વિકાસમાં કેન્દ્રનો સિહફાળો રહ્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને 0 ટકા વ્યાજે ધિરાણ આપવાની યોજના શરૂ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, SDRF અને NDRF સહાયના નિયમોમાં ફેરફાર કરી બેવાર સહાયમાં વધારો કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.