બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:41 PM, 27 February 2024
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ક્યાંક નિવેદન બાજીઓ તો ક્યાંક પક્ષ પલટાના ભરતી મેળાઓ જોવા મળી રહ્યાં છે. તો વળી આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ બંન્ને પક્ષોના કાર્યકર્તાઓનો કોકડું ગુચવાયું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની હવા વચ્ચે ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યાં છે.
ADVERTISEMENT
ભરૂચ બેઠક AAPને ફાળવાતા કોંગ્રેસના નેતાઓ નારાજ
ભરૂચ બેઠક પર AAPમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડેશે તેવી જાહેરાત થઈ ચુકી છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોની નિરાશાના નિવેદનો બાદ નવી માંગ સામે આવી છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે, આ બેઠક પર કોંગ્રેસના નિશાન એટલે કે, હાથ પર ચૂંટણી લડવામાં આવે.
ADVERTISEMENT
ચૈતર વસાવાએ શું કહ્યું ?
ભરૂચ બેઠક AAPને ફાળવાતા કોંગ્રેસના નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે આ સમગ્ર મામલે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે, નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડનો હોય છે. હું કોંગ્રેસના આગેવાનોની લાગણી પાર્ટી હાઈકમાન્ડ સુધી મોકલીશ
ADVERTISEMENT
વાંચવા જેવું: અરવિંદ વેગડાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ પાસે ટિકિટ માંગી, હિતુ કનોડિયા પણ રેસમાં: એક જ બેઠક માટે 40 લોકોની દાવેદારી
કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાનું નિવેદન
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા ચીમકી આપતા કહ્યું કે, જો કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી નહીં લડાય તો અમે કોઇપણ હદે જઈશું. કોઈપણ કાળે અમે પંજાનું નિશાન લઈને રહીશું. વધુમાં તેમણે ઉમેર્યું કે, પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાટાઘાટો ચાલી રહી છે
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.