બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Arvind Vegda sought ticket from BJP for Lok Sabha elections

રાજકારણ / અરવિંદ વેગડાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ પાસે ટિકિટ માંગી, હિતુ કનોડિયા પણ રેસમાં: એક જ બેઠક માટે 40 લોકોની દાવેદારી

Vishal Khamar

Last Updated: 03:21 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024 ને લઈ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ બેઠક માટે 40 ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવી છે. જેમાં સીનીયર નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તેમજ ગાયક કલાકારે દાવેદારી નોંધાવી હતી.

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. જેમાં ખાનપુર કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

40 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા, ગુમાનસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. પશ્ચિમ બેઠક પર ર્ડાં. કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, દીનેશ મકવાણા, પૂર્વ મેયર કિરીટ પરમાર, ર્ડાક્ટર સેલના સભ્ય કીર્તિ વડાલીયા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ પ્રદેશ મંત્રી SC નરેશ ચાવડા, કાઉન્સિલર ગીતાબેન સોલંકી, શહેર SC મોચરા પ્રમુખ ભદ્રેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા તેમજ શહેર ભાજપ મંત્રી વિભૂતિ અમીને દાવેદારી નોંધાવી હતી. 

વધુ વાંચોઃ સુરેન્દ્રનગરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જીરું ઉપાડવા દોડ્યા ખેડૂતો, શ્રમિકોની અછત

પાર્ટી જે નિર્ણય લેશે એની સાથે હું રહીશઃ અરવિંદ વેગડા

આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ લોકસભા બેઠક માટે સિનીયર ભાજપનાં કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ગાયક કલાકાર અરવિંદ વેગડાએ પણ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી કરી છે. આ બાબતે અરવિંદ વેગડાએ નિવેદન આપ્યું હતું કે, પાર્ટી જે નિર્ણય કરશે એની સાથે હું રહીશ. તેમજ સમાજ પ્રત્યે અને લોકોને ખબર પડે કે આ વ્યક્તિ ચૂંટણી લડવા સક્ષમ છે. પાર્ટીનાં દરેક નેતા સક્ષમ છે. પણ પાર્ટી જે નક્કી કરશે તે યોગ્ય નિર્ણય રહેશે. પાર્ટી મને મોકો આપશે તો હું પશ્ચિમ લોકસભા માટે સારૂ કામ કરીશ. મને મોકો મળે તો લોકો માટે અને સમાજ માટે કામ કરીશ. મને કોઈ આશા નથી અને આશા રાખ્યા વગર અહીંયા આવ્યો છું. પાર્ટી દરેક જગ્યા પર કોઈ વ્યક્તિને મુકતા હોય છે. કોઈ નેતા કે વ્યક્તિને 3 ટર્મ સુધી મુકે તો એ વિસ્તાર માટે યોગ્ય હોય તો જ મુકતા હશે. વિસ્તારમાં કંઈ ખૂટતું હોય એવું નથી. પણ વિસ્તારનાં વિકાસને વધુ આગળ લઈ જવામાં કામ કરવા સક્ષમ હોય તો ટિકિટ મળવી જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ