બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers rushed to pick cumin seeds in Surendranagar due to a sudden change in the weather
Vishal Khamar
Last Updated: 02:38 PM, 27 February 2024
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. અને જેનો માર ખેડૂતોને સહન કરવો પડી રહો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વાતાવરણ માં પલટો આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવાર થી ભેજ વાળું અને વાદળ છાયું વાતાવરણ છે જેને લઈ ફરી એક વખત ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ADVERTISEMENT
ખેડૂતો તાત્કાલિક પોતાના ખેતરમાંથી જીરૂ ઉપાડવા લાગ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને જીરા ઉત્પાદનને નુકસાન જવાની ભીતી ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોના જીરા ઉત્પાદનને આવા ભેજવાળા વાતાવરણમાં નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઉભી થયા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે ખેડૂતોએ જીરાનો ઉત્પાદન કર્યું છે. તે ખેડૂતો તાત્કાલિક પણે પોતાના ખેતરમાંથી જીરું ઉપાડવા લાગ્યા છે. જેને લઈને હાલ હાલમાં ખેતરમાં કામ કરતા મજૂરોની અછત પણ ઊભી થઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ જામનગરમાં રિલાયન્સે ઊભું કરેલ વનતારા આખરે છે શું? અનંત અંબાણીએ જણાવી ખાસ વાતો
માવઠાની આગાહી કરતા ખેડૂતો પરેશાન
જીરા ઉત્પાદનને વ્યાપક નુકસાનની ભીતિના કારણે ખેડૂતો ની ચિંતા વધી છે.હાલ તાત્કાલિક ધોરણે જીરા ઉપાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, મુળી, વઢવાણ, સાયલા, ધાંગધ્રા, ચુડા, પાટડી, ચોટીલા સહિતના વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે અગામી દિવસોમાં માવઠું પડશે. જેને લઇને ખેડૂતોના જીરાના પાકને નુકસાન જવાની પરિસ્થિતિ ઉભી થતા ખેડૂતો તાત્કાલિક ધોરણે પોતાના ખેતરોમાં પડેલા જીરાનું ઉત્પાદન હવે ઉપાડવા લાગ્યા છે. જેને લઈ જીરૂ ઉપાડવાના કામદારોની પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અછત સર્જાઈ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.