બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Vantara has been built by Reliance in Jamnagar What is it finally?

વનતારા રેસ્ક્યુ સેન્ટર / જામનગરમાં રિલાયન્સે ઊભું કરેલ વનતારા આખરે છે શું? અનંત અંબાણીએ જણાવી ખાસ વાતો

Priykant Shrimali

Last Updated: 01:15 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vanatara Rescue Centre Latest News: અનંત અંબાણીએ કહ્યું, પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ મને મારી માતા પાસેથી મળ્યો

Vanatara Rescue Centre : ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમનો આખો પરિવાર આ દિવસોમાં પ્રી-વેડિંગ સેરેમનીને લઈને ઉત્સાહિત છે. આ તરફ પ્રી-વેડિંગ સેરેમની પહેલા અનંત અંબાણી એક અલગ જ રૂપમાં દેખાયા હતા, તેમણે પોતે જ જંગલી પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના સંરક્ષણ માટે થઈ રહેલા કામ વિશે માહિતી આપી હતી. 

શું છે આ વનતારા રેસ્ક્યુ સેન્ટર ? 
અનંત અંબાણીએ જંગલી પ્રાણીઓ માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું કે જે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે. વન્યજીવોના સંરક્ષણ વિશે વાત કરતાં અનંત અંબાણીએ કહ્યું, આ મારો પેશન છે. અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે. પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ મને મારી માતા પાસેથી મળ્યો છે.

હું જેટલો મુંબઈનો છું તેટલો જ હું જામનગરનો છું: અનંત અંબાણી
મુંબઈ છોડીને જામનગર આવવાના પ્રશ્ન પર અનંત અંબાણી કહે છે કે, હું જેટલો મુંબઈનો છું તેટલો જ હું જામનગરનો છું. દાદા (ધીરુભાઈ અંબાણી)એ જામનગરમાં રિફાઈનરીનું સપનું જોયું હતું. પિતા (મુકેશ અંબાણીએ) દાદાનું સપનું પૂરું કર્યું. આજે જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે. આ સાથે તેણે વધુમાં કહ્યું કે 'મારી માતા (નીતા અંબાણીએ) જામનગરમાં 1000 એકરનું જંગલ બનાવ્યું હતું. 1995થી માતાએ ખૂબ જ મહેનત કરી છે. માતાએ જામનગરમાં ટાઉનશીપ બનાવી.અહીં તેમણે 8.5 કરોડ વૃક્ષો વાવ્યા. આજે જામનગરમાં વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગ છે.

વનતારા રેસ્ક્યુ સેન્ટર બનાવાયું હતું ?
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, તેમણે કોવિડ સમયગાળા દરમિયાન જંગલી પ્રાણીઓ માટે બચાવ કેન્દ્ર શરૂ કર્યું હતું. જ્યારે કોરોના ચરમસીમા પર હતો. આ માટે તેણે 600 એકરમાં જંગલ બનાવ્યું છે. તેમણે કહ્યું કે અમે હાથીઓ માટે એક સંપૂર્ણ બચાવ કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં અમે વર્ષ 2008માં પ્રથમ હાથીને બચાવ્યો હતો. અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ સેન્ટર વર્ષ 2020 માં શરૂ થયું હતું.

વધુ વાંચો: છેલ્લાં એક વર્ષમાં 1.93 લાખ પ્રવાસીઓ આવ્યા ગીર અભ્યારણ્યની મુલાકાતે, આવક કરોડોમાં પહોંચી

આ સાથે આ અનંત અંબાણીએ કહ્યું કે, ગ્રીન્સ ઝૂઓલોજિકલ રિસર્ચ એન્ડ રેસ્ક્યુ સેન્ટર માટે કુલ 3,000 લોકો અમારી સાથે કામ કરી રહ્યા છે. જેમાં લગભગ 20-30 સ્થળાંતર કરનારાઓ છે, આ બધા લોકો આ કેન્દ્રમાં શિક્ષકો અથવા પ્રોફેસરની ભૂમિકામાં છે. આ બચાવ કેન્દ્રમાં રોજગારનું વર્ણન કરતાં અનંત અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં અમે એવા લોકોને નોકરીએ રાખીએ છીએ જેઓ વેટરિનરીમાં ગ્રેજ્યુએશન ડિગ્રી ધારક હોય. આ ઉપરાંત અમારી પાસે સારા ડૉક્ટરો પણ છે, જેઓ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ ભાવુક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Vanatara Vanatara Rescue Centre અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ રિલાયન્સ વનતારા વનતારા રેસ્ક્યુ સેન્ટર Vanatara Rescue Centre
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ