બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / જોવા જેવું / અજબ ગજબ / બિયોન્ડ વીડિયોઝ / તમારા કામનું / VIDEO: ભૂખે ભાંગ્યો ક્રૂર શિકારી! મહાકાય મગર સાથી મગરમચ્છરને જીવતો ગળી ગયો

વાઈલ્ડ / VIDEO: ભૂખે ભાંગ્યો ક્રૂર શિકારી! મહાકાય મગર સાથી મગરમચ્છરને જીવતો ગળી ગયો

Last Updated: 06:06 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઈલ્ડ લાઈફ દૂરથી ભલે સુંદર લાગે પરંતુ તેને નજીકથી જોવાથી સમજાશે કે તે ખૂબ જ ક્રૂર છે. અહીંયા જીવતા રહેવા માટે દરેક જીવે ભયંકર સંઘર્ષ કરવો પડે છે. અહીંયા ગમે ત્યારે ગમે તે જીવ તમારો કાળ બનીને આવી શકે છે.

જંગલના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. જેમાં અમુક વીડિયો મૌજ કરાવી દે તેવા ફની હોય છે, કેટલાક માર્મિક તો કેટલાકમાં પ્રકૃતિની ક્રૂરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મગરે પોતાના જ સાથીનો શિકાર કરી લીધો હતો.

વાઈલ્ડ લાઈફ દૂરથી ભલે સુંદર લાગતી હોય પરંતુ તેને નજીકથી જોવો તો ખ્યાલ આવશે કે તે ખૂબ જ ક્રૂર છે. અહીંયા જીવતા રહેવા માટે દરેક જીવે જોરદાર સંઘર્ષ કરવો પડે છે. ગમે ત્યારે ગમે તે પ્રાણી તમારો કાળ બનીને આવી શકે છે. અહીંયા પોતાના જ દુશ્મન બની જાય છે. આવો વીડિયો ટ્વીટર પર વાયરલ થયો છે. જેમાં એક મગર બીજા એક મગરને પોતાના જડબામાં લઈને તરતો નજર આવી રહ્યો છે. મોઢાની અંદરનો મગર મૃતપ્રાય હાલતમાં છે. જેથી સાફ થાય છે કે, મોઢાની અંદરના મગરનો શિકાર થઈ ગયો છે.

ટ્વીટર X પર @AMAZlNGNATURE નામની ID પરથી આ વીડિયો પોસ્ટ થયો છે. જેને અત્યાર સુધી એક કરોડ એંસી લાખ કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે. તો 74K કરતા વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને સેંકડો લોકો રીટ્વીટ. અહીંયા હજારો લોકોની પ્રતિક્રિયા પણ આવી ચુકી છે.

PROMOTIONAL 9

આ વીડિયો પર એક યુજરે લખ્યુ કે, અહીંયા "જે ફીટ હોય તે જ બચી શકે છે", બીજાએ લખ્યુ હતું કે, "મગર લંચમાં મગર જ ખાઈ રહ્યો છે" અન્યએ જણાવ્યું હતું કે, "આ મગરનો શિકાર કરવામાં આવ્યો છે કે તે પહેલાંથી જ મૃત હતો?" તો અમુક લોકો આને એક સામાન્ય પ્રાકૃતિક ઘટના માની રહ્યા છે. જેથી એક યુઝરે જંગલનો નિયમ જણાવતા લખ્યું હતું કે, "મારો અથવા મરો".

સંકળાયેલા મુદ્દાઓ

Crocodile Wildlife Hunting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ