બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / start off BJPs Gaurav Yatra in state from October 12, Union Ministers will come in Gujarat

ગુજરાત / 12 ઓક્ટોબરથી રાજ્યમાં ભાજપની 'ગૌરવ યાત્રા'ના શ્રી ગણેશ, યાત્રા થકી ગુજરાત ખુંદશે કેન્દ્રીય મંત્રીઓ

Kishor

Last Updated: 04:13 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીમાં વધુને વધુ બેઠકો જીતવા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરુપે 12 ઓક્ટોબરથી ગુજરાતમાં ભાજપની 'ગૌરવ યાત્રા'નો પ્રારંભ થશે.

  • રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનો 12 ઓક્ટોબરથી થશે પ્રારંભ
  • પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન
  • વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે આશીર્વાદ માટે જાય છે: વાઘેલા

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મિશન 182 ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે.  મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એકપછી એક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી  પ્રારંભ થશે.

સરકારે અવનવા પ્રોજેક્ટના માધ્યમથી દેશને ભેટ આપી છે: વાઘેલા 
પત્રકાર પરિષદ દરમિયાન પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે લોકોના આશીર્વાદ મેળવવા જાય છે. ત્યારે વિધાનસભા દીઠ જનતાના આશીર્વાદ માટે ભાજપ યાત્રા થકી ગુજરાત ખુંદશે. 21 વર્ષથી ગુજરતામાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે અને સરકારે અવનવા પ્રોજેક્ટની રાજ્યની જનતાને ભેટ આપી હોવાનું પણ ઉમેર્યું હતું.

12 ઓક્ટોબરથી યાત્રા શરુ થશે
બહુચરાજીના અંગણે 12 ઓક્ટોબરથી યાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ જોડાઈ ગુજરાતનો પ્રવાસ કરશે. આ યાત્રા રાજ્યમાં સતત 9 દિવસ સુધી ચાલશે. જ્યારે બીજી યાત્રાનું દક્ષિણ ગુજરાતના ઉનાઈ ખાતેથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે.  જે યાત્રા 13 જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને ફાગવેલ ખાતે  સંપન્ન થશે. તેમ પ્રદીપસિંહ વાઘેલાએ ઉમેર્યું હતું. વધુમાં ઉનાઈ માતાના આશીર્વાદ સાથે ત્રીજી યાત્રાનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. જે ત્રીજી યાત્રા 14 વિધાનસભામાં પ્રવાસ કરી અંબાજી ખાતે પૂર્ણ થશે. આમ પાંચેય યાત્રા મળીને કુલ 144 વિધાનસભામાં  સીટનો  પ્રવાસ કરવામાં આવશે. જેનું 358 સ્થળોએ સ્વાગત કરાશે અને  11 દિવસ આ યાત્રા સંપન્ન થવાની છે.
 
આગેવાનોને રૂટની ફાળવણી કરાઇ
આગેવાનોને અલગ-અલગ રૂટની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં  અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં વિરમગામ અને ધોળકા મતવિસ્તારની મુલાકાત ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ દ્વારા લેવામાં આવશે. જ્યારે  સંરક્ષણ અને પ્રવાસન મંત્રી અજય ભટ્ટ અરવલ્લી અને મોડાસાની મુલાકાત લેશે. એજ રીતે શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અમરેલીમાં સાવરકુંડલા અને રાજુલાની મુલાકાત લેશે. વધુમાં કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુ ભાવનગરના મહુવાવિસ્તારની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ચૂંટણી જાહેર સભાઓને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રીઑના ગુજરાત પ્રવાસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ