બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Start keeping these things in the north-west direction of the house, there will be many benefits including financial gains
ADVERTISEMENT
Importance of directions in Vastu Shastra: વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું સૌથી વિશેષ મહત્વ છે આન દરેક દિશાનું પોતાનું અલગ અલગ મહત્વ છે. આપણે જાણીએ છીએ કે કુલ 4 દિશાઓ છે ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ. આ ઉપરાંત 4 પેટા-દિશાઓ પણ છે જેમાં ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ છે. આ સાથે જ વાસ્તુશાસ્ત્રમાં તમામ દિશાઓને લગતા કેટલાક નિયમો અને ખાસ વાતો જણાવવામાં આવી છે.

ADVERTISEMENT
દરેક દિશા આપણા સાથે જોડાયેલ છે
દરેક દિશાનું મનુષ્યના જીવનમાં વિશેષ માત્રમાં મહત્વ રહેલું છે. આ દરેક દિશા આપણા સાથે જોડાયેલ છે અને આ દિશાઓ અલગ અલગ રીતે ગ્રહો સાથે જોડાઈને મનુષ્યના જીવનમાં લાભ અને નુકસાન આપતી રહે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કોઈ દિશામાં ખોટી વસ્તુઓ રાખવામાં આવે તો આપણા જીવનની અંદર એ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
ધાતુની વસ્તુઓ આ દિશામાં રાખવી
વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવા માટે એક યોગ્ય દિશા સૂચવવામાં આવી છે, જેના કારણે તે વસ્તુ અને તે દિશા માટે શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ધાતુની વસ્તુઓ રાખવા માટે પણ યોગ્ય દિશા છે. જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધાતુની વસ્તુઓ રાખવાની શ્રેષ્ઠ દિશા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા છે. આ બંને દિશામાં કોઈપણ ધાતુની વસ્તુ રાખવી શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
પિતાને થાય છે લાભ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ધાતુની વસ્તુઓ મુકવા માટે સૌથી યોગ્ય દિશા પશ્ચિમ અને વાયવ્ય કોણ, એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશા છે. આ બન્ને દિશાઓમાં ધાતુની કોઈ વસ્તુ મુકવાથી શુભ ફળ મળે છે. વાસ્તુ અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશામાં ધાતુની વસ્તુ રાખવાથી પિતાને લાભ મળે છે. તેમનું મગજ સ્વસ્થ્ય રહે છે. તમને માનસિક રીતે કોઈ પ્રકારની મુશ્કેલી નથી થતી. સાથે જ બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે.

ADVERTISEMENT
નાની દિકરીને થાય છે સૌથી વધારે ફાયદો
બીજી તરફ ધાતુની વસ્તુઓને પશ્ચિમ દિશામાં રાખવાથી ઘરની સૌથી નાની દીકરીને સૌથી વધુ લાભ મળે છે. તેનાથી તેના જીવનમાં ખુશીનું તત્વ મજબૂત બને છે અને પ્રસન્નતા જળવાઈ રહે છે. સાથે જ મોઢાને લગતી કોઈ સમસ્યા નથી થતી અને ચહેરાની ચમક જળવાઈ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.