ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:12 PM, 3 November 2025
ADVERTISEMENT
શ્રીલંકાની નૌસેનાએ ભારતીય સમુદ્રી સીમા ઉલ્લંઘનના આરોપસર 35 ભારતીય માછીમારોને ઝડપ્યા છે. ધરપકડમાં આવેલા તમામ માછીમારો તમિલનાડુ અને પુડુચેરી રાજ્યના હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ કાર્યવાહી દરમિયાન એક નેશનલ બોટ અને ત્રણ મોટરબોટ પણ જપ્ત કરવામાં આવી છે. નૌસેનાએ જણાવ્યું છે કે આ બોટો શ્રીલંકાના દરિયાકાંઠા પાસે અનધિકૃત રીતે માછીમારી કરતી હતી, જેના કારણે તેમને અટકાવવામાં આવી.
ઘટનાની જાણ થતાં જ ધરપકડ કરાયેલા માછીમારોના કુટુંબોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ઘણા પરિવારો પોતાના સભ્યોની સલામતીને લઈને ચિંતિત છે અને ભારત સરકાર પાસે તરત પગલાં લેવાની માગ કરી છે.
ADVERTISEMENT
આ અગાઉ ગત ફ્રેબ્રુઆરી માસમાં શ્રીલંકાએ ૩૨ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. ટાપુ રાષ્ટ્ર ( શ્રીલંકા)ના જળવિસ્તારમાં કથિત રીતે પ્રવેશ કરવાના આરોપમાં પાંચ માછીમારી બોટ પણ જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ SIRને લઇ ચૂંટણી પંચ કંઇક મોટું કરવાની તૈયારીમાં? જાણો ગાંધીનગરનું આયોજન
ADVERTISEMENT
વર્ષ ૨૦૨૪માં ટાપુ રાષ્ટ્રના નૌકાદળે શ્રીલંકાના જળવિસ્તારમાં ગેરકાયદે પ્રવેશવાના આરોપસર ૫૨૯ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રી લંકા વચ્ચેના સંબંધોમાં માછીમારોનો મુદ્દો એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ