બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભલે ભારત સેમિફાઇનલ સુધી પહોંચી ગયું, પરંતુ દૂર કરવી પડશે આ 5 વીકનેસ

T20 WC 2026 / ભલે ભારત સેમિફાઇનલ સુધી પહોંચી ગયું, પરંતુ દૂર કરવી પડશે આ 5 વીકનેસ

Priyankka Triveddi

Last Updated: 08:35 AM, 3 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC Men's T20 World Cup 2026માં ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. પરંતુ ખરી કસોટી હજુ બાકી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલ 5 માર્ચ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમખાતે રમાશે. તે પહેલાં 4 માર્ચ બુધવારે કલકત્તાના ઇડન ગાર્ડનમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી સેમિફાઇનલ યોજાશે.

T20 WC 2026: હેરી બ્રુકના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડ ટીમ લીગ તબક્કામાં ખાસ પ્રભાવ પાડી શકી નહોતી. પરંતુ સુપર 8માં તેમણે જબરદસ્ત વાપસી કરી. શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવી ઇંગ્લેન્ડે આત્મવિશ્વાસ મેળવી લીધો છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર જીત મેળવી છે. જેનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો છે. છતાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં એક પણ નાની ભૂલ ભારે પડી શકે છે.

ટોપ ઓર્ડરની અસ્થિરતા ભારત માટે ચિંતા

ભારત માટે સૌથી મોટી ચિંતા પાવરપ્લે દરમિયાન વિકેટ ગુમાવવાની છે. પ્રથમ છ ઓવરમાં ટોપ ઓર્ડર ઝડપથી આઉટ થઈ જાય તો ટીમ પર દબાણ વધી જાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં અભિષેક શર્મા અને ઇશાન કિશન પાવરપ્લેમાં જ આઉટ થયા હતા. ત્યારબાદ સંજુ સેમસન એ એક છેડો સંભાળી ટીમને સંભાળી હતી. ઇંગ્લેન્ડના ઝડપી બોલરો નવા બોલથી આક્રમક શરૂઆત કરે છેતેથી ભારતે ધીરજ અને સમજદારીથી બેટિંગ કરવી પડશે. જો આ નબળાઈઓ દૂર નહીં થાય તો ત્રીજી વખત ખિતાબ જીતવાનું સપનું અધૂરું રહી શકે છે.

પાવરપ્લેમાં વિકેટ ગુમાવવાની સમસ્યા

ભારત માટે સૌથી મોટી ચિંતા ટોપ ઓર્ડરની અસ્થિરતા છે. કારણ કે પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં વિકેટ ગુમાવવાથી ટીમ પર તરત જ દબાણ વધી જાય છે. મોટા લક્ષ્યનો પીછો કરવો હોય કે પહેલા બેટિંગ કરીને પડકારજનક સ્કોર બનાવવો હોય, મજબૂત શરૂઆત અત્યંત જરૂરી બને છે. ઇંગ્લેન્ડના ઝડપી બોલરો નવા બોલથી આક્રમક શરૂઆત કરે છે તેથી ભારતીય બેટરો માટે ધીરજ અને સમજદારીથી રમવું મહત્વપૂર્ણ રહેશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં અભિષેક શર્મા અને ઇશાન ઇશાન પાવરપ્લે દરમિયાન જ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ સંજુ સેમસનએ એક છેડો સંભાળી ટીમને ફરી મેચમાં પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સૂર્યકુમાર યાદવ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા

ટીમને આશા છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ વચ્ચેની ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને રમતનો રુખ બદલી દેશે. પરંતુ અત્યાર સુધી તેને યોગ્ય લય મળી નથી. દક્ષિણ આફ્રિકા સામે તે ફક્ત 18 રન બનાવી શક્યો હતો અને વેસ્ટ ઇન્ડીઝ સામે પણ એટલા જ રન પર સીમિત રહ્યો. ઝિમ્બાબ્વે સામે તેણે માત્ર 13 બોલમાં 33 રનની ઝડપી ઇનિંગ રમી હતી છતાં તે મેચમાં પણ મોટી અને નિર્ણાયક ઇનિંગ નોંધાવી શક્યો નહોતો. નોકઆઉટ જેવી મહત્વપૂર્ણ મેચોમાં હવે કેપ્ટન તરીકે તેની ઉપર વધુ જવાબદારી રહેશે. કારણ કે જો સૂર્યા વહેલા આઉટ થઈ જાય તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

બોલિંગમાં બુમરાહ પર વધુ નિર્ભરતા ચિંતાજનક

ભારતીય બોલિંગ આક્રમણમાં જસપ્રિત બૂમરાહ સૌથી વિશ્વસનીય સાબિત થયો છે. પરંતુ માત્ર એક બોલરના દમ પર ટૂર્નામેન્ટ જીતવી શક્ય નથી. અન્ય બોલરોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે. સ્પિનર વરુણ ચક્રવર્તી એ લીગ તબક્કામાં સારી બોલિંગ કરી હતી. પરંતુ સુપર 8માં તેણે વધુ રન આપ્યા હતા. અર્શદીપ સિંઘ પાવરપ્લેમાં અસરકારક રહ્યો છે છતાં ડેથ ઓવરમાં મોંઘો પડી રહ્યો છે. સાથે જ હાર્દિક પંડયા, અક્ષર પટેલ અને શિવમ દુબેમાં પણ સાતત્યનો અભાવ જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ મેચમાં ભારતીય બોલરોએ એકજૂટ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવું અનિવાર્ય બનશે.

ફિલ્ડિંગમાં શિથિલતા ટીમ માટે ખતરો

આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમની ફિલ્ડિંગ સરેરાશ રહી છે. જે સેમિફાઇનલ પહેલા ચિંતાનો વિષય બની છે. અત્યાર સુધીમાં ભારતે કુલ 13 કેચ છોડ્યા છે. જે કોઈપણ ટીમ કરતાં સૌથી વધુ છે અને તેની કેચિંગ કાર્યક્ષમતા માત્ર 71.7% રહી છે જે સુપર 8 ટીમોમાં સૌથી નીચી કહી શકાય તેવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં પણ ત્રણ કેચ છોડાયા હતા જેમાં અભિષેક શર્માએ બે અને તિલક વર્માએ એક તક ગુમાવી હતી. સાથે જ કેટલીક રન-આઉટની તકો હાથમાંથી નીકળી ગઈ અને મિસફિલ્ડિંગ પણ જોવા મળી. નોકઆઉટ જેવી મહત્વપૂર્ણ મેચોમાં આવી ભૂલો મોંઘી સાબિત થઈ શકે છે, કારણ કે ત્યાં દરેક રન અને દરેક કેચ મેચનો રુખ બદલી શકે છે.

અભિષેક શર્માનું ફોર્મ ચિંતાજનક

ઓપનર અભિષેક શર્મા પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ તે આ ટુર્નામેન્ટમાં સાતત્યપૂર્ણ દેખાયો નથી. શરૂઆતમાં તેણે સતત ત્રણ મેચમાં શૂન્ય પર આઉટ થવાથી નિરાશા પેદા કરી હતી ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામે 15 રન બનાવ્યા. ઝિમ્બાબ્વે સામે તેણે 55 રનની ઇનિંગ રમીને ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા પરંતુ સુપર 8ની છેલ્લી મેચમાં ફરી માત્ર 10 રન પર સીમિત રહ્યો. ખાસ કરીને સ્પિન બોલરો સામે આક્રમક રમવાનો પ્રયાસ કરતી વખતે પોતાની વિકેટ સરળતાથી ગુમાવવી ચિંતાનો વિષય બની છે. હવે આવનારી મેચોમાં તેને લાંબી ઇનિંગ રમવી જરૂરી બનશે, કારણ કે પાવરપ્લેમાં વધુ સમય ક્રીજ પર ટકશે તો મધ્યમ ક્રમ પરનું દબાણ ઘણું ઓછું થઈ શકે છે.

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકા કે ન્યુઝીલેન્ડ: કોણ જીતશે ટી20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિફાઇનલ? જાણો કોનુ પલ્લુ ભારે

vtv app promotion

સેમિફાઇનલમાં પહોંચવું એ ભારત એક જીત છે પરંતુ ટાઇટલ સુધીની સફર હજુ બાકી છે. જો ભારતીય ટીમ આ પાંચ પાસાઓમાં સુધારો કરે છે તો ઇંગ્લેન્ડ સામેની મેચ માત્ર ડ્રો જ નહીં પણ એકતરફી પણ રહેશે. હવે જોવાનું એ રહે છે કે ટીમ મેનેજમેન્ટ આ સંકેતોને કેટલી ગંભીરતાથી લે છે કારણ કે સેમિફાઇનલમાં નાની ભૂલ પણ મોંઘી સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs England T20 WC 2026 T20 World Cup 2026
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ