ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / દક્ષિણ આફ્રિકા કે ન્યુઝીલેન્ડ: કોણ જીતશે ટી20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિફાઇનલ? જાણો કોનુ પલ્લુ ભારે

ક્રિકેટ / દક્ષિણ આફ્રિકા કે ન્યુઝીલેન્ડ: કોણ જીતશે ટી20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિફાઇનલ? જાણો કોનુ પલ્લુ ભારે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:03 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SA vs NZ Semi Final: ટી20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિફાઇનલ 4 માર્ચે રમાશે. આંકડા કોની જીત તરફ ઇશારો કરે છે.

ADVERTISEMENT

South Africa vs New Zealand Head to Head: ટી20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિફાઇનલ 4 માર્ચે રમાશે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. એક બાજુ દક્ષિણ આફ્રિકા છે, જે સતત બીજા વર્ષે ફાઇનલમાં જગ્યા બનાવવા માંગ છે, જ્યારે ઇંગ્લેન્ડ તેમના ત્રીજા ટી20 વર્લ્ડ કપ ટાઇટલની નજીક એક ડગલું આગળ વધવાનો પ્રયાસ કરશે. આંકડાઓના આધારે આ સેમિફાઇનલ મેચમાં કોનો હાથ ઉપર છે તેના પર એક નજર કરીએ.

ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાનું વર્ચસ્વ

ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ પાંચ વખત એકબીજા સામે ટકરાયા છે. એ માનવું મુશ્કેલ છે કે દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં દરેક વખતે જીત મેળવી છે. 2007 વર્લ્ડ કપથી 2026 સુધી, ન્યુઝીલેન્ડે ક્યારેય ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું નથી. 2026ના ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો જ્યારે ટકરાઈ હતી ત્યારે પણ દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટથી જીત મેળવી હતી.

એકંદરે હેડ-ટુ-હેડ રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાનો એકંદરે હેડ-ટુ-હેડ રેકોર્ડ પણ ઘણો સારો છે. આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં બંને ટીમો 19 વખત ટકરાઈ છે, જેમાં દક્ષિણ આફ્રિકા 12 વખત જીત્યું છે અને કિવી ટીમ 7 વખત જીતી છે. આ આંકડા સેમિફાઇનલમાં એડન માર્કરમ અને તેની ટીમના વિજય તરફ પણ ઇશારો કરે છે.

2026 વર્લ્ડ કપમાં કોનું પ્રદર્શન સારું?

2026ના ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સ્પષ્ટપણે અત્યાર સુધીની શ્રેષ્ઠ ટીમ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહી છે. પહેલા તો તેઓએ ગ્રુપ સ્ટેજમાં ચારેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું, પછી સુપર 8માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને ત્રણેય મેચ જીત્યા.

vtv app promotion

આ પણ વાંચોઃ પ્રથમ વાર ટીમ ઇન્ડિયા આ ટીમ સામે રમશે ODI સિરીઝ, જુઓ શેડ્યૂલ

બીજી તરફ ન્યૂઝીલેન્ડ ગ્રુપ ડી માં બીજા સ્થાને રહ્યું. સુપર 8માં પરિસ્થિતિ એવી હતી કે ન્યૂઝીલેન્ડ હારની અણી પર હતું, પરંતુ શ્રીલંકા પર પાકિસ્તાનની 5 રનની જીતથી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત થયું. અત્યાર સુધીના તેમના પ્રદર્શનના આધારે દક્ષિણ આફ્રિકાની ટીમ ઘણી સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2026 Sa Vs Nz Semi Final

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ