બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોણ છે એ મોનાંક પટેલ, જે T20 વર્લ્ડકપમાં સંભાળશે USની કમાન, બુમરાહ સાથે છે નાતો

T20 World Cup 2026 / કોણ છે એ મોનાંક પટેલ, જે T20 વર્લ્ડકપમાં સંભાળશે USની કમાન, બુમરાહ સાથે છે નાતો

Priyankka Triveddi

Last Updated: 03:42 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monank Patel: T20 World Cup 2026 માટે અમેરિકાની ટીમની કેપ્ટનશિપ સંભાળી રહેલા મોનાંક પટેલનો ગુજરાત સાથે છે જૂનો નાતો. એક સમયે બૂમરાહ અને અક્ષર પટેલ સાથે રમી ચૂકેલા મોનાંક પટેલ આખરે છે કોણ.?

T20 World Cup 2026 Monank Patel: T20 World Cup 2026 માં અમેરિકાની ટીમની સુકાની જેના હાથમાં સોંપવામાં આવી છે તે મોનાંક પટેલ આજથી લગભગ દોઢ દાયકા પહેલા ગુજરાત અંડર 19 ની ટીમમાં ક્રિકેટર તરીકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવા ઉતર્યા હતા. ત્યારે તેમના સાથીમાં દૂબળો પાતળો એક ફાસ્ટ બોલર હતો જેનું નામ છે જસપ્રિત બૂમરાહ. જેનું બોલિંગ સુપ્રબ હતું અને સાથે જ તેમનો બીજો સાથી હતો અક્ષર પટેલ. જુનિયર ક્રિકેટરના દિવસોમાં મોનાંક ભારત માટે બ્લૂ જર્શી પહેરીને રમવાનું સપનું જોયું હતું. તેમનું એ સપનું તો પૂરું ના થઈ શક્યું અને તે અમેરિકામાં રેસ્ટોરન્ટ ખોલવા જતાં રહ્યા. એ પછી મોનાંકે પંકયરે નહીં વિચાર્યું હોય કે એક દિવસ તે વર્લ્ડ કપ રમશે અને બૂમરાહ અને પટેલ તેની સાથે નહીં પણ સામેની ટીમમાં હશે.

મોનાંકે આ અંગે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે,

"હાં, અક્ષર પટેલ અને જસપ્રિત બૂમરાહ સાથે રમવાની મારી ખૂબ સારી યાદો છે. મેં ગુજરાત Under 19 પહેલા વર્ષે બૂમરાહ સાથે ર્મયો હતો અને એ પહેલા અક્ષર સાથે under 16 રમ્યો છું. હું અને બૂમરાહ બંને 2 વર્ષ અને 2 સિઝન સુધી સાથે હતા. ગુજરાતની ટીમ માટે અમે ઘણી મેચ રમી છે."

બૂમરાહ ત્યારે પણ સૌથી બેસ્ટ હતો

મોનાંકે જણાવ્યું કે બૂમરાહ ત્યારે પણ સૌથી બેસ્ટ હતો.

" અમે રેડ અને વ્હાઇટ બોલ બંને રીતની ક્રિકેટ રમી છે અને ખરેખરમાં તે ક્ષણો ખૂબ ખાસ હતી. તે મારા ક્રિકેટ કરિયરની શરૂઆતનું સ્ટેજ હતી અને એ સમયે પણ જે રીતે બૂમરાહ રમી રહ્યો હતો અમને ખબર હતી જે તેનામાં એક્સ ફેક્ટર છે અને તે તે એક દિવસ કઈંક મોટું કરશે."

રેસ્ટોરન્ટ ખોલ્યા પછી પણ ક્રિકેટ ચાલુ

મોનાંક માટે ઇન્ટરનેશલ ક્રિકેટનો રસ્તો સરળ નહોતો. 2013માં જ્યારે તે હંમેશા માટે અમેરિકામાં સેટલ થવા માટે નિર્ણય લઈને ગયા ત્યારે તેમણે ક્રિકેટને અલવિદા કહેવા માટે વિચાર્યું. તેને 2010માં જ ગ્રીન કાર્ડ મળી ગયું હતું. મોનાંકે રેસ્ટોરન્ટનો બિઝનેસ શરૂ કર્યો પણ ક્રિકેટથી દૂર થયા નહિ.

મોનાંકે જણાવ્યું કે

" મારી પાસે 2010થી જ ગ્રીન કાર્ડ હતું અને મે 2013 પછી નક્કી કર્યું કે હૂં અમેરિકા જવા માંગુ છું. મારા પરિવારના લોકો પહેલાથી જ ત્યાં સેટલ થવાનો પ્લાન કરી રહ્યા હતા. મે લગભગ એક મહિના સુધી પ્રયત્ન કર્યો અને ભારત પાછો આવી ગયો અને રણજી ટ્રોફી માં ગુજરાત તરફથી રમવા માટે પોતાને એક લાસ્ટ ચાંસ આપ્યો. જ્યારે મને તક ના મળી તો મેં પાછા અમેરિકા જઈને કાયમી ત્યાં વસવાટ કરવાનો નિર્ણય લીધો. જ્યારે હું અમેરિકા આવ્યો તો મારુ વિઝન અને ગોળ માત્ર ક્રિકેટ રમવાનું નહોતું. હું મારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હતો. "

આ પણ વાંચો: PCBના પૂર્વ ચીફે જય શાહને કરી પાકિસ્તાન જવાની અપીલ, કહ્યું - 'એકવાર અમારી વાત તો સાંભળી લો'

vtv app promotion

અમેરિકામાં ક્રિકેટર બનવાનું સપનું

અમેરિકામાં ક્રિકેટ એ ટૉપ ગેમ્સમાં નથી. મોનાંકે પ્રોફેશનલ ક્રિકેટર બનવા માટેની રાહ મુશ્કેલીથી ભરેલી હતી કારણ કે તેની કમર્શિયલ સફળતા અનિશ્ચિત હતી. તેણે કહ્યું કે " 2018માં આ સરળ નહોતું. માત્ર ક્રિકેટ રમીને આર્થિક રીતે ગુજરાન ચલાવવું એ મારા માટે સરળ નહોતું. માટે જ્યારે અમે 2018 કે 2019માં રમત તો અમારું શિડ્યુલ વ્યસ્ત નહોતું. જેવુ અમે સારું રમવાનું શરૂ કર્યું કે વર્ષ 2020માં અમને One Day રમવા મળ્યું અને આર્થિક રીતે અને ચાંસ પ્રમાણે પણ બધુ સારું થતું ગયું. પહેલા 2-3 વર્ષ એક પ્લેયરના રીતે આ થોડું મુશ્કેલ હતું પણ અમે મેનેજ કર્યું ."

પરિવારનો મળ્યો સપોર્ટ

મોંનાકે કહ્યું કે આ બધુ પરિવારના સપોર્ટ વગર શક્ય નહોતું. " બધુ ક્રેડિટ મારા પરિવાર ને જાય છે. તેમના સપોર્ટ વગર અમેરિકામાં ગુજરાન ખૂબ મુશ્કેલ છે. " અમેરિકા તેમના અભિયાનની શરૂઆત ભારત સામે આવતીકાલ એટલે કે 7 ફેબ્રુઆરીથી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2026 USA Cricket Monank Patel
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ