બ્રેકિંગ ન્યુઝ
Vidhata Gothi
Last Updated: 02:07 PM, 6 July 2025
India vs England 2nd Test: ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પહેલી મેચમાં તેને શાનદાર સદી ફટકારી હતી. આ પછી, એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં જયસ્વાલે સારી બેટિંગ કરીને 87 રન બનાવ્યા હતા. જોકે, બીજી ઇનિંગમાં, ઝડપી રમવાને કારણે જયસ્વાલ વહેલા આઉટ થઈ ગયો. એજબેસ્ટન ટેસ્ટની બીજી ઇનિંગમાં, જયસ્વાલે 22 બોલમાં 28 રન બનાવ્યા. હવે યશસ્વીએ એજબેસ્ટનમાં એવું કામ કર્યું છે કે તેણે બધાનું દિલ જીતી લીધું છે. યશસ્વીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Meet 12-year old Ravi - He is blind but an avid cricket follower 🫡
— BCCI (@BCCI) July 5, 2025
He had one wish - to meet Yashasvi Jaiswal and his wish came true this morning at Edgbaston 🫶🏼🥹#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/ykvZU5aQ0m
12 વર્ષના ચાહકને જયસ્વાલે આપી ખાસ ભેટ
ADVERTISEMENT
એજબેસ્ટનમાં ચોથા દિવસની રમત શરૂ થાય તે પહેલાં, ટીમ ઇન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 12 વર્ષના નાના ચાહક રવિ સાથે મુલાકાત કરી. રવિ જોઈ શકતો નથી, પરંતુ તેને ક્રિકેટમાં ખૂબ રસ છે. રવિ લીડ્સ મેચથી જ બેટ્સમેનને મળવા માંગતો હતો, જયસ્વાલે એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે તેની ઇચ્છા પૂરી કરી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે રવિને પોતાનું બેટ ભેટમાં આપ્યું. બંનેએ એકબીજા સાથે ઘણી વાતો પણ કરી.
ADVERTISEMENT
જયસ્વાલે રવિને બેટ ભેટમાં આપ્યું અને કહ્યું, "મારી પાસે તમારા માટે એક ભેટ છે અને હું તમને મારું બેટ ભેટમાં આપવા માંગુ છું. તેને સંભાળીને રાખજે. તમને મળીને ખૂબ ખુશ છું." ત્યારબાદ રવિ કહે છે કે હું તમને મળીને ખૂબ ખુશ છું અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે એક મહાન ખેલાડી છો અને હું તમારું બેટ લેવા માટે ખૂબ જ ઉત્સુક છું." બીસીસીઆઈએ યશસ્વી જયસ્વાલ અને રવિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ પણ વાંચો: શું એજબેસ્ટન ટેસ્ટમાં ભારત માટે વરસાદ બનશે વિલન? જાણો પાંચમા દિવસે કેવું રહેશે હવામાન?
ADVERTISEMENT
ભારતે બીજી ઇનિંગમાં 427 રન બનાવ્યા
બીજી ઇનિંગમાં, ટીમ ઇન્ડિયાએ બેટિંગ કરતી વખતે 427 રન બનાવ્યા બાદ ઇનિંગ ડિકલેર કરી. બીજી ઇનિંગમાં, કેપ્ટન શુભમન ગિલે ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ 161 રન બનાવ્યા. ત્યારબાદ ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો લક્ષ્યાંક હતો. ચોથા દિવસની રમતના અંત સુધીમાં, ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવ્યા બાદ 72 રન બનાવી લીધા હતા. હવે પાંચમા દિવસે, ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે 536 રન બનાવવા પડશે, જ્યારે ટીમ ઇન્ડિયા એજબેસ્ટનમાં 7 વિકેટ લઈને ઇતિહાસ રચવા માંગશે. હાલમાં હેરી બ્રુક અને ઓલી પોપ નોટઆઉટ છે. ચોથા દિવસે, આકાશ દીપે સૌથી વધુ 2 વિકેટ લીધી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.