બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શું એજબેસ્ટન ટેસ્ટમાં ભારત માટે વરસાદ બનશે વિલન? જાણો પાંચમા દિવસે કેવું રહેશે હવામાન?
Vidhata Gothi
Last Updated: 10:59 AM, 6 July 2025
India vs England 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે એજબેસ્ટન ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, આજે મેચનો પાંચમો અને અંતિમ દિવસ છે. ટીમ ઇન્ડિયાને આજે આ મેચ જીતવા માટે 7 વિકેટ લેવી પડશે, જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 536 રન બનાવવા પડશે. આમ તો, ટીમ ઇન્ડિયાની મેચ પર પકડ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરોએ પણ અદ્ભુત પ્રદર્શન કર્યું છે, જેના કારણે ભારત હવે એજબેસ્ટનમાં ઇતિહાસ રચવાથી માત્ર 7 વિકેટ દૂર છે. ત્યારે વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, એવામાં વરસાદ ટીમ ઇન્ડિયાને એજબેસ્ટનમાં ઇતિહાસ રચવાથી રોકી શકે છે.
ADVERTISEMENT
Stumps on Day 4 in Edgbaston!
— BCCI (@BCCI) July 5, 2025
A magnificent day for #TeamIndia comes to an end 🙌
India need 7⃣ wickets on the final day to win the 2nd Test
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND pic.twitter.com/tttip5pAbg
બર્મિંગહામમાં વરસાદની શક્યતા
ADVERTISEMENT
અહેવાલ મુજબ, આજે બર્મિંગહામમાં વરસાદની 60 ટકા શક્યતા છે, જેના કારણે મેચની શરૂઆત પણ મોડી થઈ શકે છે. ઇંગ્લેન્ડના સમય મુજબ મેચ સવારે 11 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થાય તે પહેલાં જ વરસાદ થવાની 49 ટકા શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે વરસાદની મેચ પર કેટલી અસર પડે છે? જોકે, દર્શકો આજે પાંચમા દિવસે રોમાંચક રમતનો આનંદ માણવા માંગશે.
Birmingham to get just enough rain tomorrow to end the #ENGvIND test into a draw. #weather
— KK (@technocrat_kk) July 5, 2025
ADVERTISEMENT
ચોથા દિવસે ઇંગ્લેન્ડને લાગ્યા 3 ઝટકા
ચોથા દિવસે, ટીમ ઇન્ડિયાએ બીજા દાવમાં 427 રન બનાવ્યા બાદ ઇનિંગ ડિક્લેર કરી. બીજા દાવમાં બેટિંગ કરી રહેલા ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવી દીધી. જેમાં જેક ક્રોલી (0), બેન ડકેટ 25 રન અને જો રૂટ 6 રનનો સમાવેશ થાય છે. ચોથા દિવસે, ટીમ ઇન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે, આકાશ દીપે 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચહલ અને આરજે મહવાશના સંબંધો પાછળનું સત્ય શું છે? થઈ ગયો મોટો ખુલાસો
ADVERTISEMENT
હાલમાં, ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુક 15 રન અને ઓલી પોપ 24 રન પર નોટ આઉટ છે. આજે, પાંચમા દિવસે, ભારતીય બોલરો આ બંને બેટ્સમેનોને શક્ય તેટલી વહેલી તકે આઉટ કરીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલવા માંગશે. હાલમાં, ઇંગ્લેન્ડ 536 રન પાછળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.