બ્રેકિંગ ન્યુઝ
Vidhata Gothi
Last Updated: 10:42 AM, 6 July 2025
'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ના ત્રીજા એપિસોડમાં, ભારતીય ક્રિકેટરો ગૌતમ ગંભીર, રિષભ પંત, અભિષેક શર્મા અને યુઝવેન્દ્ર ચહલ મહેમાન તરીકે જોવા મળ્યા. આ શોમાં આવેલા ક્રિકેટર મહેમાનોએ ઘણી મજા મસ્તી પણ કરી. આ મજા વચ્ચે, ચહલે તેના અંગત જીવન વિશે જે વાત કરી, તેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતીય ક્રિકેટર, જેમના વિશે અફવાઓ છે કે તેમણે ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા પછી આરજે મહવાશને ડેટ કરી રહ્યા છે. તેમણે રમૂજી અંદાજમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી, જેનાથી બધાને આશ્ચર્ય થયું. કપિલ શર્માના શોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
યુઝવેન્દ્રના સંબંધો પર નવજોત સિંહે આપ્યું રિએક્શન
'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના નવા એપિસોડમાં કપિલ શર્માએ યુઝવેન્દ્ર ચહલને ચીડવતા કહ્યું કે તે નસીબદાર છે કારણ કે તેનું વજન સરળતાથી નથી વધતું. નવજોત સિંહ સિદ્ધુએ ચહલના વખાણ કરતા કહ્યું, 'છોટા તીર, ઘાવ કરે ગંભીર. બહુત જબરદસ્ત ચીઝ હૈ યે. ધોની કો બોલ કર દેગા, 4 વિકેટ નિકાલ દેગા. જહાં સબ ભાગ ખડે હોતે હૈ, વહાં ચહલ ખડે રહતે હૈ. હર કોઈ ઉડાન ભરતા હૈ, ચહલ લડને કે લિયે તૈયાર હૈ."
ADVERTISEMENT
આગળ ચહલના સંબંધો પર કટાક્ષ કરતાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, 'સવાલ પૈડા નહીં હોતા કિ ટીમ બદલ દે. ચલો ગર્લફ્રેન્ડ સબકુછ બદલ સકતી હૈ.' આ નિવેદન પર બધા હસી પડ્યા. કપિલે સિદ્ધુને દરેકના અંગત જીવન વિશે જાણકારી રાખવા માટે ચીઢવ્યા. કપિલે સિદ્ધુને કહ્યું, 'તમારા સમયમાં ઇન્સ્ટાગ્રામ નહોતું... નહીંતર તમે પણ પકડાઈ જતે.'
ADVERTISEMENT
આ પણ વાંચો: ગાબામાં ઓસ્ટ્રેલિયાનું તોડ્યું હતું ઘમંડ, હવે એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડનો વારો
શું આરજે મહવાશને ડેટ કરી રહ્યો છે યુઝવેન્દ્ર?
ADVERTISEMENT
આ વાતચીત પછી, કીકુ શારદાએ યુઝવેન્દ્ર ચહલ પર કટાક્ષ કર્યો. તેણે ભારતીય ક્રિકેટરને એક શર્ટ બતાવ્યો અને શર્ટ પરના લિપસ્ટિકના નિશાન વિશે પૂછ્યું. કીકુ લિપસ્ટિકના નિશાન અને સંબંધમાં હોવા બદલ તેની મજાક ઉડાવતો રહ્યો. રિષભ પંત પણ તેની સાથે જોડાયો અને ચહલની મજાક ઉડાવતા કહ્યું, 'તે આઝાદ છે.' આ પછી, યુઝવેન્દ્ર ચહલે અચાનક કહ્યું કે દેશને આરજે મહવાશ સાથેના તેના સંબંધો વિશે ખબર હતી. તેણે કીકુને કહ્યું, 'ઇન્ડિયા જાણી ચુક્યું છે.' તેણે આગળ કહ્યું, '4 મહિના પહેલા.' આ નિવેદનથી બધાને આશ્ચર્ય થયું કારણ કે યુઝવેન્દ્રએ ખુલ્લેઆમ આરજે મહવાશ સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.