ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કેપ્ટન બનતાં જ ગિલ માથે લાગી કાળી ટીલી! ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટમાં બન્યું 'શરમજનક', ચાહકોમાં ઉદાસી

IND vs ENG / કેપ્ટન બનતાં જ ગિલ માથે લાગી કાળી ટીલી! ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટમાં બન્યું 'શરમજનક', ચાહકોમાં ઉદાસી

Published By: Vidhata Gothi

Last Updated: 09:17 AM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs ENG: શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરીઝમાં પહેલી વાર ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. જોકે, ટીમ ઇન્ડિયાએ પહેલી જ મેચમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે.

ADVERTISEMENT

IND vs ENG: ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. 20 જૂનથી હેડિંગ્લે ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારત તરફથી પ્રથમ ઇનિંગમાં 3 બેટ્સમેનોએ સદી ફટકારી. શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતે સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. જોકે, આ પછી પણ ટીમ ઇન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો.

ટીમ ઇન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

ભારતીય ટીમના 3 બેટ્સમેનોએ શાનદાર સદીની ઇનિંગ રમી અને ઇંગ્લેન્ડના બોલરોને ધોઈ નાખ્યા. ટેસ્ટ ક્રિકેટમાં એવું ભાગ્યે જ જોવા મળ્યું છે કે જ્યારે કોઈ ટીમના 3 બેટ્સમેનોએ સદી ફટકારી હોય અને ટીમનો સ્કોર મોટો ન બન્યો હોય. 3 બેટ્સમેનોએ સદી ફટકાર્યા પછી પણ ટીમ ઇન્ડિયા 471 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

3 સદી ફટકારવા છતાં, સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ હવે ભારતીય ટીમના નામે નોંધાઈ ગયો છે. અગાઉ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો. દક્ષિણ આફ્રિકાએ 2016 માં ઇંગ્લેન્ડ સામે સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં 3 બેટ્સમેનોની સદીના આધારે 475 રન બનાવ્યા હતા. જોકે, હવે આ રેકોર્ડ ટીમ ઇન્ડિયાના નામે થઈ ગયો છે.

Vtv App Promotion 2

આ પણ વાંચો: ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે રચ્યો નવો ઇતિહાસ, તોડ્યો વસીમ અકરમનો મોટો રેકોર્ડ

3 બેટ્સમેનોએ બોલરને ધોઈ નાખ્યા

યશસ્વી જયસ્વાલે 159 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત શુભમન ગિલે 227 બોલમાં 147 રન બનાવ્યા હતા. આ પછી, રિષભ પંતે પણ 178 બોલમાં 134 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ માટે જોશ ટોંગે 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, બેન સ્ટોક્સે પણ 4 વિકેટ લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Leeds Test Indian Cricket Team IND vs ENG

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ