ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે રચ્યો નવો ઇતિહાસ, તોડ્યો વસીમ અકરમનો મોટો રેકોર્ડ

ક્રિકેટ / ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે રચ્યો નવો ઇતિહાસ, તોડ્યો વસીમ અકરમનો મોટો રેકોર્ડ

Last Updated: 08:12 AM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs ENG Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. પહેલી મેચના બીજા દિવસે જસપ્રીત બુમરાહે બેન ડકેતની વિકેટ લઈને વસીમ અકરમનો એક મોટો રેકોર્ડ તોડી દીધો.

ADVERTISEMENT

IND vs ENG: લીડ્સના મેદાન પર રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પહેલી મેચના બીજા દિવસે જસપ્રીત બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. જ્યારે બુમરાહે ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટને 62 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો, તેની સાથે જ તે SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલર પણ બની ગયો. આ કિસ્સામાં, બુમરાહે ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને ઉત્તમ ડાબોડી ફાસ્ટ બોલર વસીમ અકરમનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જે અગાઉ આ લિસ્ટમાં નંબર-1 પર હતા.

SENA દેશોમાં બુમરાહની બોલિંગ સરેરાશ 20.36

SENA દેશમાં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને સામેલ કરવામાં આવે છે. જો આ બધા દેશોને જોડીને બુમરાહની બોલિંગ સરેરાશ જોવામાં આવે તો તે 20.36 છે. જયારે બુમરાહ અત્યાર સુધી સેના દેશોમાં કુલ 147 વિકેટ લેવામાં સફળ રહ્યો છે, જે હજુ વધશે તે નક્કી છે. જો આપણે વસીમ અકરમની વાત કરીએ, તો તેણે સેના દેશોમાં તેની ટેસ્ટ કારકિર્દી દરમિયાન કુલ 32 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 24.11 ની સરેરાશથી 146 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેનારા એશિયન બોલરો

  • જસપ્રીત બુમરાહ (ભારત) - 147* વિકેટ
  • વસીમ અકરમ (પાકિસ્તાન) - 146 વિકેટ
  • અનિલ કુંબલે (ભારત) - 141 વિકેટ
  • ઈશાંત શર્મા (ભારત) - 127 વિકેટ
  • મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) - 125 વિકેટ
Vtv App Promotion 2

આ પણ વાંચો: સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી પડી, ગિલ, પંત અને જયસ્વાલે કર્યું ઈતિહાસનું પુનરાવર્તન

બુમરાહ પાસે ઈશાંત શર્માનો રેકોર્ડ તોડવાની તક

ઇંગ્લેન્ડના પ્રવાસ પર, જસપ્રીત બુમરાહ પાસે ઈશાંત શર્માનો મોટો રેકોર્ડ તોડવાની પણ તક છે, જે ભારતીય બોલર તરીકે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. બુમરાહએ અત્યાર સુધીમાં કુલ 39 વિકેટ લીધી છે, જ્યારે આ લિસ્ટમાં ટોચ પર રહેલા ઈશાંત શર્મા પાસે કુલ 51 વિકેટ છે. એવામાં બુમરાહને તેને પાછળ છોડવા માટે હજુ 13 વિકેટ લેવાની બાકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wasim Akram Jasprit Bumrah IND vs ENG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ