બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી પડી, ગિલ, પંત અને જયસ્વાલે કર્યું ઈતિહાસનું પુનરાવર્તન
Chintan Chavda
Last Updated: 11:06 PM, 21 June 2025
ભારત અને ઈંગ્લેન્ડની પહેલી ટેસ્ટ મેચમાં જે થયું તે પહેલી વખત નથી. ભારતીય ટીમમાં આવું જ કરીશ્મો પહેલા પણ બતાવી ચૂક્યા છે. વાત માત્ર એટલી અલગ છે કે ખેલાડીઓના નામ બદલી નાખ્યા છે, પરંતુ તેની રમવાની આદત જૂની લાગી રહી છે. વિશ્વ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે આને લઈને ભવિષ્યવાણી કરી હતી, જે લીડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસે સાચી સાબિત થઈ છે. સચિન તેંડુકલરની વાત પર યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ અને ઋષભ પંત સાચા સાબિત થાય છે.
ADVERTISEMENT
સચિને ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા
ADVERTISEMENT
ભારત-ઇંગ્લેન્ડ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થયા પછી ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી. જેમાં સચિને પહેલા દિવસે ભારતની રમતની પ્રશંસા કરી. સચિન તેંડુલકરે લખ્યું કે 'યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત આપી'. આ સાથે સચિને ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ અને જયસ્વાલને મેચના પ્રથમ દિવસે સદી ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા. સચિને કહ્યું કે તેમની ઇનિંગ્સમાં ઋષભ પંતનું યોગદાન પણ ખૂબ મહત્વનું હતું.
ADVERTISEMENT
સચિને ભવિષ્યવાણી કરી
સચિન તેંડુલકરે વધુમાં લખ્યું કે 'આજે ભારતની બેટિંગે મને 2002 માં રમાયેલી હેડિંગ્લે ટેસ્ટની યાદ અપાવી, જ્યારે રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને મેં પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી અને અમે તે ટેસ્ટ મેચ જીતી હતી'. સચિને ભારતના પહેલા દિવસની રમત બાદ આ પોસ્ટ શેર કરી, જેમાં તેને કહ્યું કે 'આજે યશસ્વી અને શુભમન પોતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે, હવે આ મેચનો ત્રીજો સદી કરનાર કોણ બનશે'.
ADVERTISEMENT
વધુ વાંચો:શુભમન અને યશસ્વીના કારણે આ ખેલાડી ફસાયો, લીડ્સમાં લાગ્યો મોટો આરોપ
કોણ બનશે ત્રીજો સેંચુરિયન
ADVERTISEMENT
સચિન તેંડુલકરના આ પ્રશ્નનો જવાબ ઋષભ પંતે પોતાના બેટથી આપ્યો છે. પંતે લીડ્સ ટેસ્ટના બીજા દિવસે જોરદાર સદી ફટકારી હતી. આ સાથે, ભારતની નવી ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર 23 વર્ષ જૂના ઇતિહાસને રિપીટ કર્યો છે. 2002 માં લીડ્સમાં સચિન, ગાંગુલી અને દ્રવિડે જે પરાક્રમ કર્યો હતો તે જયસ્વાલ, ગિલ અને પંત દ્વારા પુનરાવર્તન કરવામાં આવ્યું છે. સદી ફટકાર્યા પછી સચિને પોતાની સ્ટોરી પર પંતના ઉજવણીનો ફોટો પણ શેર કર્યો છે અને લખ્યું છે કે પંતની બેટિંગે તેના ઉજવણી જેટલું જ મનોરંજન કર્યું. આ સાથે તેણે લખ્યું - 'શાબાશ ઋષભ પંત'.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.