ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 2 વર્ષ પછી વિરાટ કોહલીએ કરી ખાસ પોસ્ટ, સોશિયલ મીડિયા પર થઈ ગઈ વાયરલ!

સ્પોર્ટ્સ / 2 વર્ષ પછી વિરાટ કોહલીએ કરી ખાસ પોસ્ટ, સોશિયલ મીડિયા પર થઈ ગઈ વાયરલ!

Published By: Vidhata Gothi

Last Updated: 02:32 PM, 9 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Post Viral: ન્યુઝીલેન્ડ સામે વનડે સીરીઝ પહેલા વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેને જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. કોહલીએ ચાહકોને નવા વર્ષની ખાસ ભેટ આપી છે.

ADVERTISEMENT

Virat Kohli Instagram Post: બે દિવસ પછી ન્યુઝીલેન્ડ સાથે ભારતની વનડે સીરીઝ શરૂ થઈ રહી છે. ત્યારે દરેકની નજરો આ સીરીઝમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહેશે, તેના પર ટકેલી છે. સાઉથ આફ્રિકા સામે વનડે સીરીઝમાં વિરાટ કોહલી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતા અને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારે હવે કિંગ કોહલી પાસેથી ન્યુઝીલેન્ડ સામે પણ આવા પ્રદર્શનની અપેક્ષા છે. એવામાં વિરાટ કોહલીએ પોતે પ્રેક્ટિસ સેશનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે.

વિરાટ કોહલીની પોસ્ટ થઈ વાયરલ

ન્યુઝીલેન્ડ સાથેની વનડે સીરીઝ પેહલા વિરાટ કોહલીએ પ્રેક્ટિસ સેશનની તસવીરો તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, જેને જોઈને ચાહકો ચોંકી ગયા છે. વિરાટ કોહલીએ છેલ્લા લગભગ 2 વર્ષથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછી પોસ્ટ કરી છે. તેઓ માત્ર એડવર્ટાઇઝમેન્ટ, પત્ની અનુષ્કા શર્માની સાથેના કે ભારતની જિતના ફોટો જ પોસ્ટ કર્યા હતા. ત્યારે હવે કોહલીએ આ બધી વસ્તુઓને બદલે પોતાના પ્રેકસટીસ સેશનના ફોટો પોસ્ટ કર્યા છે, જેનાથી ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે.

vtv app promotion

વડોદરામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે કોહલી

પહેલી વનડે મેચ વડોદરામાં રમાવાની છે, ત્યારે વિરાટ કોહલી પણ ટીમ ઇન્ડિયા સાથે મેચના કેટલાક દિવસો પહેલા વડોદરા પહોંચી ચૂક્યા છે. તેમણે વડોદરા પહોંચતાની સાથે જ તૈયારી શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓ જેમ કે કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, હર્ષિત રાણા પણ વનડે સીરીઝ પહેલા પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા છે. વિરાટનું વડોદરામાં ભવ્ય સ્વાગત થયું અને તેમને જોવા માટે ચાહકોની ભીડ ભેગી થઈ ગઈ. આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

આ પણ વાંચો: ક્યારે થશે તિલક વર્માની વાપસી? ટીમ ઇન્ડિયા પણ એલર્ટ, જુઓ પ્લાન B

કોહલીનું છેલ્લી 4 વનડે મેચોમાં પ્રદર્શન

વનડે ઇન્ટરનેશનલની છેલ્લી 4 મેચો વિરાટ કોહલી માટે શાનદાર રહી છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે 25 નવેમ્બરે ત્રીજી વનડેમાં 74* રનની ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા સાથેની સીરીઝમાં પહેલી બંને વનડે મેચોમાં કોહલીએ સદી ફટકારી અને ત્રીજી મેચમાં 65* રન કર્યા. તેમણે વિજય હજારે ટ્રોફીમાં બે મેચ રમી, જેમાં તેમનો સ્કોર 131 અને 77 રહ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Virat Kohli Instagram Post IND vs NZ ODI Series

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ